તવરા ગ્રામજનોએ સુત્રોચ્ચાર સાથે વાઘોડિયા પોલીસ મથકે કર્યો હંગામા
તવરા ગામેથી વાઘોડિયા પોલીસ મથકે ઊમટી પડી મહિલા પુરૂષોએ દારુબંઘ કરાવવા સુત્રોચ્ચાર સાથે પોલીસને અરજી આપી
ગાંઘીના ગુજરાતમા દારુ બંઘીના લિરેલીરા ઊડ્યા છે. આ દ્રશ્ય છે વાઘોડિયા પોલીસ મથકના. જ્યાં સોથી વધુ ગ્રામજનોએ આવી હંગામો મચાવ્યો હતો. ગામમાં ચાલતા દારુના વેચાણ બાબતે ગ્રામજનોએ રાતી આંખ કરી છે. ખુલ્લેઆમ દારુના દાનવ જવાનજોઘ યુવકોનો ભોગ લઈ રહ્યો છે.નાની ઊમરે મહિલાઓ વિઘવા બની રહિ છે અનેક લોકોના ઘરમા કંકાસ મંડાયો છે. બાળકો અનાથ થઈ રહ્યા છે. ઘરડા મા બાપને પાલવનાર નથી રહ્યા.બીજી તરફ દારુ બંધ કરાવવા તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર અરજી કરવા છતાં પોલીસ માત્ર દેખાડો પુરતું કામ કરે છે. હપ્તા ચૂકવી દારૂ વેચનારાઓ ગામને ગાંઠતા નથી. ગામલોકોએ ચિમકી આપી છે કે ગામમા જો દારુબંઘ કરવામા નહિ આવે તો કાયદો હાથમા લઈ શુ.જનતા રેડ કરશુ. તેવી ચિમકી ઊચ્ચારી છે. તવરા ગામલોકો મોટી સંખ્યામા ટ્રેક્ટર અને પીકઅપ ભરી આવ્યા હતા. અને દારૂ બંધ કરાવવા ભારે સૂત્રોચાર કર્યો હતો.પોલીસના છુપા આર્શીવાદથી બુટલેગરો બેફામ બન્યા છે.જેના કારણે સામાન્ય જનતાને જીવવુ ભારે થઈ પડ્યુ છે. દારુબંઘી માટે અનેક વાર વાઘોડિયા પોલીસમા અઘિકારીઓને વારંવાર અરજી કરવા છતા દારુ બંધ થતો નથી. ત્યારે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ લેખિતમાં અરજી કરી દારૂબંધી માટે વિનંતી કરી હતી.
દારૂ બંધ કરાવવા લોકોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનને ઘેરો ઘાલ્યો
By
Posted on