Vadodara

વડોદરા : વીજ બીલના 13.45 લાખ આઉટસ્ટેન્ડિંગ બાકી , MDએ આપ્યો ખુલાસો

આ બીલને નવા મીટર સાથે કોઈ લેવાદેવા નથી : તેજસ પરમાર

મીટર રિપ્લેસ થયું તેના રીડિંગ આધારે બીલરે એન્ટ્રી પાડી તેના આધારે બીલ કેલ્ક્યુલેટ થયું :

( પ્રતિનિધિ ) વડોદરા તા.31

જેતલપુરના એક વીજ ગ્રાહકને એમજીવીસીએલ દ્વારા 13.45 લાખ રૂપિયાના આઉટ સ્ટેન્ડિંગનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જે મેસેજ સંદર્ભે એમજીવીસીએલના એમડીએ ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું કે આ બિલને નવા મીટર સાથે કોઈ લેવા દેવા નથી. સિસ્ટમમાં ખબર પડી ત્યારે એને રેક્ટિફાઈ કરીને ઓલરેડી સુધારેલી જે વિગત છે. એ એની એપ્લિકેશનમાં અત્યારે ઓલરેડી શો કરવામાં આવી છે.

એમજીવીસીએલના MD તેજસ પરમારે ખુલાસો આપતા જણાવ્યું હતું કે ,જે અત્યારે સોશિયલ મીડિયામાં 13 લાખ 45 હજાર રૂપિયાનું આઉટ સ્ટેન્ડિંગ બિલ એમજીવીસીએલ તરફથી ઇશ્યૂ થયું છે. એવો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એ બાબતે હકીકતે જણાવવાનું કે 3 મે ના રોજ જ્યારે મીટર જૂનું રિપ્લેસ થયું હતું. ત્યારે જે જુના મીટરના રીડિંગ છે, તેના આધારે જે કેલ્ક્યુલેશન સિસ્ટમમાં થયું હતું. જે એન્ટ્રી બિલરે પાડી હતી. એના આધારે બિલ કેલ્ક્યુલેટ થયું હતું. આ જૂના મીટરની વાત છે. કોઈ નવા મીટરની વાત નથી. એને જ્યારે પણ સિસ્ટમમાં ખબર પડી ત્યારે એને રેક્ટિફાઈ કરીને ઓલરેડી સુધારેલી જે વિગત છે. એ એની એપ્લિકેશનમાં અત્યારે ઓલરેડી શો કરવામાં આવી છે. એટલે આ મેસેજ ફરી રહ્યો છે. એ જૂની તારીખનો છે બીજું છેલ્લા એક અઠવાડિયાથી નવા મેસેજ આઉટ સ્ટેન્ડિંગના કોઈ મોકલવામાં આવતા નથી. સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે જે જૂના મેસેજ છે એને વારંવાર ફોરવર્ડ કરીને અત્યારે જૂની વિગતો અત્યારે દેખાડવામાં આવે છે. સ્માર્ટ મીટર સાથે કોઈ તેનું કનેક્શન નથી. એટલે મારી સૌને વિનંતી છે કે, આ પ્રકારના જે મેસેજ છે એને એક વખત ખાતરી કરીને પછી જ આગળની પ્રતિક્રિયા એમા આપવામાં આવે.

Most Popular

To Top