Vadodara

વડોદરા : સો મિલો સામે સીલ મારવાની કાર્યવાહી, વેપારીઓ લાલઘૂમ , મોરચો માંડી રજૂઆત

લક્કડપીઠાના ધંધાઓને એડવાન્ટ નોટિસ આપ્યા વગર સીલ મારી બંધ કરી લાઈટ કનેક્શન કાપી નાખ્યા હોવાના આક્ષેપ :

અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી , તે અયોગ્ય , ગેર વ્યાજબી અને અન્યાય પૂર્ણ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.31

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ફાયર સેફ્ટી સંબંધિત કાર્યવાહી કરી જ્યાં નિયમોનો ઉલ્લેખન થતું જણાય આવે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સો મિલોના લક્કડપીઠાના ધંધાઓને કોઈપણ જાતની એડવાન્સ નોટિસ આપ્યા વગર સીલ મારી બંધ કરાવી તેમજ લાઈટ કનેક્શન કપાવી નાખીને ધંધા રોજગાર બંધ કરાવી દીધા હોવાના આક્ષેપ સાથે સો મીલ એસોસિએશન દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા સોમીલ એસોસિએશનના નેજા હેઠળ ચાલતા 100 થી વધુ લક્કડપીઠાના વેપારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. સોમીલ એસોસિએશનના વેપારી અગ્રણીએ જણાવ્યું હતું કે , અમારા વડોદરા સોમીલ એસોસિએશનમાં 120 જેટલા વેપારીઓ છે. એના માટે અમે રજૂઆત કરી છે કે, અમને થોડો સમય આપો રાજકોટ ઘટના પછી તરત જ આ બધું અમલમાં આવ્યું છે. અને એના માટે નાના નાના વેપારીઓ અમે સોમીલ એસોસિએશન વાળા છે અને અમારી ત્યાં આવા કોઈ અકસ્માતો થતા નથી અને અકસ્માત થાય તો પણ અમારી જગ્યા ખૂબ મોટી હોય છે, અને અમને કોઈ જાતની ટ્રેનિંગ પણ નથી કે અમારે માહિતી પણ નથી કે, શું કરવાનું છે. એટલે અત્યાર સુધી અમને કંઈ કહેવામાં નથી આવ્યું અને એકદમ થી આ વસ્તુ કરવામાં આવી રહી છે. એટલે અમારી માંગણી છે. નોટિસ પણ આપવામાં આવી નથી અને તે વગર જ સીલ મારવામાં આવી છે અને અધિકારીઓને વિનંતી કરીશું કે બસ સમય આપો. કોઈપણ જાતની તક આપ્યા વગર તથા એડવાન્સ નોટિસ આપીયા વગર અચાનક સીલ મારી દઈને લાઈટ કનેક્શનનો કપાવી નાખીને જે રીતે કચેરીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તે અયોગ્ય , ગેર વ્યાજબી અને અન્યાય પૂર્ણ છે અને તેના કારણે સભ્યોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે અને આ વખતે બંધ થઈ ગઈ છે અને આર્થિક વ્યવહારો પણ અચાનક અટકી ગયા છે તેમજ કર્મચારીઓ અને મજૂરોના ગુજરાત ચલાવવામાં પણ મુશ્કેલ થઈ ગયા છે વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે જો આપના તરફથી આપવામાં આવે તેવી 30 થી 45 દિવસની મુદતમાં અમારા સભ્યો ફાયર સેફટી અંગેની તમામ જરૂરિયાતો સંતોષકારક રીતે પૂરી ન કરે અને એનઓસી ન મેળવી હોય તો તેવા સભ્યો સામે આપ અધિકારીઓ તરફથી યોગ્ય તે કાયદાકીય કાર્યવાહીઓ કરી શકશે અને અમારા એસોસિએશનના હોદ્દેદારો પણ અમારા સભ્યોને સમજાવવામાં મદદરૂપ થઈશું.

મ્યુ.કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે , લક્કડ પીઠાના જે વેપારી વડોદરાનું એસોસિએશન છે તેમણે અહીંયા રજૂઆત કરી છે. એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના વ્યવસાય ચાલે છે. સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને કોઈ ફાયર ની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લક્કડપીઠાની જે દુકાનો છે તે સીલ કરી છે. એ એમ કહે છે કે, આ એ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે. એમની એવી રજૂઆત હતી. ફેક્ટરી હેઠળ આવતું હોય તો પણ તે ડાયરેકટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી એન્ડ હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે. અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે આપણી સિટીમાં આવી ફેક્ટરી એક્ટ હેઠળ બંધાયેલી જેટલી ફેક્ટરી હોય એનું તમે ઓડિટ કરો અને 24 મેના રોજ અમે કીધેલું છે એનો રિપોર્ટ હવે કરીશું. દરમિયાનમાં કંઈ પણ વસ્તુ અઘટિત ઘટના ન બને એ માટે થઈને અમે એને સીલિંગ ની પ્રક્રિયા હાથ ધરી છે અને એને માટે અમે ગાઈડ પણ કરવાના છે કે કઈ રીતે ફાયરમાં ફેક્ટરીને સુરક્ષિત કરી શકાય.

Most Popular

To Top