વડોદરા,: ગુજરાત પાલ મહાસભા તથા ગડરિયા સમાજ સંસ્થાન દ્વારા આજે લોકમાતા દેવી અહલ્યાબાઇ હોલકરના 299 મા જન્મોત્સવ નિમિત્તે શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરનો જન્મ 31 મે 1725, જામખેડ, ચૌંડ, તા. બીડ, જિ. અહમદનગરમાં થયો હતો
અહલ્યાબાઈએ નર્મદા નદીના તટ પરના મહેશ્વર નામના તીર્થક્ષેત્રની રિયાસતના પાટનગર તરીકે પસંદગી કરી અને ત્યાં રહીને શાસન કર્યુ હતું.સનાતન ધર્મમાં આઝાદી પૂર્વે તેઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું હતું તેમણે તમામ જ્યોતિર્લિંગ ના પુનઃ નિર્માણ કરાવ્યા હતા સાથે જ ધર્મશાળાઓ ના નિર્માણ કર્યા હતા. તેઓના આજે 299મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં છેલ્લા 12 વર્ષોથી ગુજરાત પાલ મહાસભા તથા ગડરિયા સમાજ સંસ્થાન દ્વારા તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ લોકમાતા દેવી અહલ્યાબાઇ હોલકરના 299મા જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજી તેઓને યાદ કરવામાં આવ્યા હતા.
અહલ્યાબાઈ હોલકરના જન્મદિવસે શોભાયાત્રા નીકળી
By
Posted on