અગ્નિ શમનના રૂ.25 કરોડના “ઐરાવત”ના ઓપરેશન માટે ફીનલેન્ડની ટીમ વડોદરા આવી
શહેરમાં 27 માળ સુધી આગ લાગવાની ઘટનામાં વિદેશમાં તૈયાર થયેલ ફાયર ફાઈટર મદદરૂપ થશે
વડોદરા, તા.
રૂ.25 કરોડના માતબર કિંમતે વડોદરા ફાયર બ્રિગેડને મળેલ 81 મીટરના ફાયર ફાઈટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના કર્મચારીઓ હાલ વડોદરા આવ્યા છે અને તેઓ ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે.
ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને રૂપિયા 25 કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલું 81 મીટરના ફાયર ફાઈટરનું વાહન એનાયત કરવામાં આવ્યું હતું. અત્યંત મોંઘુ આ ફાયર ફાઈટર 26થી 27 માળ (81 મીટરની ઊંચાઈ) સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે. વડોદરા કોર્પોરેશનને આ વાહનનું નામ “ઐરાવત” રાખ્યું છે. જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે. વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફીનલેન્ડની કંપનીના તજજ્ઞનો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસણા ફાયર સ્ટેશનની ટીમને ઓપરેશન અંગે માહિતગાર કરી રહ્યા છે. આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમની ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગેની તાલીમ અપાઈ રહી છે. ફિનલેન્ડથી વડોદરા લાવવા માટે આ વાહનને ત્રણ મહિના જેટલો સમય થયો હતો. ફિનલેન્ડથી મુંબઈ તેને શીપમાં લવાયું હતું અને ત્યારબાદ મુંબઈથી વડોદરા ધોરી માર્ગે તેને અહીં લાવવામાં આવ્યું હતું. વાહનથી વડોદરા અગ્નિશમન વિભાગ સજ્જ થતા મોટી આગની દુર્ઘટનામાં વાહન અત્યંત મદદરૂપ બની શકાશે. શહેરના વાસણા વિસ્તારમાં સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો આવેલા છે તેથી ફાયરના આ વાહનને વાસણા ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વાહનમાં 20થી વધારે સેન્સર, ચાર કોમ્પ્યુટર
આ વાહન ની કિંમત ૨૫ કરોડ છે અને તેમાં ૨૦થી વધારે સેન્સર આવે છે. ચાર કોમ્પ્યુટર લાગે લા છે. આ વાહન માં મુખ્ય એન્જિન બંધ થઈ જાય કે ખરાબ થઈ જાય તો પણ બીજા એન્જિનથી બચાવ કામગીરી કરી શકાય એમ છે. હાયરાઈઝ બિલ્ડિંગમાંથી રેસક્યું પણ કરી શકાય એ મુજબ ની વ્યવસ્થા છે.bફિનલેન્ડ થી મંગાવેલા આ વાહનની તાલીમ આપવા બ્રુંટો કંપની ના એનજીનીયર વડોદરા આવ્યા હતા અને આ વાહન ની ચકાસણી પણ કરી હતી.