Vadodara

વડોદરામાં તસ્કરો બેફામ : અલ્કાપુરીની સોનીની દુકાનમાંથી બે લાખના સોનાના દાગીનાની ચોરી

તસ્કરો કાર લઇને ચોરી કરવા માટે આવ્યા હતા

ચોરોને પડકારતા સિક્યુરિટી ગાર્ડને માથામાં લોખંડનો સળિયો માર્યો

(પ્રતિનિધિ) વડોદરા તા.29

શહેરના અલ્કાપુરી વિસ્તારમાં કારમાં આવેલા ચાર તસ્કરોએ કોંકર્ડ બિલ્ડિંગમાં સોનીની દુકાનમાં મોડી રાત્રીના તાળા તોડી અંદર ઘુસ્યા હતા અને બે લાખના સોનાના દાગીના લઇને ભાગી રહ્યા હતા. દરમિયાન સિક્યુરિટી ગાર્ડે તેમને પડકારતા તેના માથામા લોખંડનો સળિયો મારી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સોનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.  

શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા જિગ્નેશ બાબુભાઇ સોની (ઉંવ. 53)અલકાપુરી ખાતે કોંકર્ડ બિલ્ડિંગમાં સેમી બેજમેન્ટમાં બાબુભાઇ જ્વેલર્સની દુકાન ચલાવે છે. તેમના ત્યાં બે ભાઇ તથા ત્રણ બહેનો નોકરી કરે છે. સવારે દુકાન ખોલ્યા બાદ સાંજે છથી આઠ વાગે દુકાન બંધ કરતા હોય છે.  28 મેના રોજ રાત્રીના તસ્કરોએ તેમના બંધ દુકાનનું શટર કોઇ સાધન વડે ઉચુ કરીને અંદર પ્રવેશ્યા હતા અને ડિસ્પ્લેમાં મુકેલા 18 કેરેટ સોનાના દાગીનામાં બાળકોના હાથના બેસલેટ, પેંડલ બુટ્ટી અને પેન્ડલ મળી 100 ગ્રામ વજનના દાગીના મળી બે લાખના મતા લઇને ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે એક કારમાં ચાર જેટલા શખ્સો મોઢા પર કપડુ બાંધી સાધનો લઇને આવ્યા હતા અને તેમની દુકાનના સીસીટીવી કેમેરા ફેરવી નાખ્યા બાદ તાળુ તોડી દુકાનમાં ઘુસ્યા હતા અને ટ્રેમાં પરચુરણ સામાન લઇને ઉતાવળમાં બહાર નીકળી ગયા હતા. દરમિયાન દરમિયાન ચોકીદાર રાજેન્દ્રપાલ આવી જતા તેઓ તસ્કરોને પડકાર્યા હતા ત્યારે તસ્કરોએ ચોકીદારના માથામાં લોખંડનો સળિયો મારી દીધા બાદ કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. અન્ય ચોકીદાર કપીલગીરીએ બુમાબુમ કરતા આસપાસમાંથી અન્ય સિક્યુરિટીઓ ભેગા થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડ્યો હતો.  જેથી કોન્કર્ડ બિલ્ડિંગના મેનેજર તેમને ફોન કરતા તેઓ તુરંત દુકાન પહોંચી ગયા હતા ત્યારે  દુકાનની લોબીમાં 10 નંગ સોનાના દાગીના પડેલા હતા. જેથી તેઓએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top