શિનોર: શિનોર તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તે શોભાના ગાંઠિયા સમાન છે. ગત નવેમ્બર 2023 ફાયર એક્સ્ટિંગવિશર ભરાવાની કોઈ કાર્યવાહી થઇ નથી. ફાયર સિસ્ટમ પાણીના અભાવે બંધ છે. સરકારી કચેરી જે જાહેર સંસ્થા હોય હજી તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોતું બેસી રહેલું જોવા મળે છે .તાલુકામાં એક પણ અગ્નિ શમન વાહન નથી. તેની સુવિધા માટે રાજકીય આગેવાનો પાસે તાલુકાની જનતા રાહ જોઈ રહી છે.
શિનોર તાલુકા પંચાયત કચેરી એ અરજદારોની અવરજવર ધરાવતી જાહેર સંસ્થા છે. અહીં આવતા પ્રજાજનોની સુરક્ષા માટે ફાયર સેફ્ટીની તકેદારી રાખવી જરૂરી છે. પણ શિનોર તાલુકા પંચાયત કચેરી ના મકાન ની લોબીમાં લટકાવવામાં આવેલા ફાયર એક્સિંટનગવિશરની પૂર્ણતા નવેમ્બર ૨૩ દર્શાવેલી જોવા મળે છે. સાત સાત મહિના વિતવા છતાં હજુ તેને ભરાવવાની તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી. ફાયર એલાર્મના બોકસ પર પક્ષીઓએ માળા બાંધ્યા છે. ફાયર સીસ્ટમ સ્થાપિત કરી છે તે પાણીના ટાંકા પાસે તૂટેલી છે. ટાંકામાં પાણીનો સંગ્રહ થતો નથી. જે ફાયર સીસ્ટમ બંધ છે અને હાલ શોભાના ગાંઠિયા સમાન છે. છેલ્લા વર્ષોમાં રાજ્યમાં આગની દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા પછી પણ શિનોર નું તંત્ર બોધપાઠ લેતું નથી. અને નઘરોળ સ્થિતિમાં કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ બેસી રહેલું જોવા મળે છે. શિનોર આખા તાલુકામાં અગ્નિ શમન વાહનની કોઈ કાયમી વ્યવસ્થા નથી. આ વ્યવસ્થા ઊભી થાય તે માટે તાલુકાની જનતા રાજકીય આગેવાનો પાસે અપેક્ષા રાખે છે…
શિનોર તાલુકા પંચાયતમાં ફાયરના સાધનો કોઈ કામના નહિ
By
Posted on