Vadodara

વડોદરામાં સાંજે ભારે પવન ફૂંકાયો, ગદાપૂરામાં ઝાડ પડ્યું

વડોદરા શહેર અને જિલ્લામાં અચાનક હવામાન માં પલટો અનેક વિસ્તાર માં પવન ફુંકાતા મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજ થાંભલા પણ પડ્યા હતા.
હવામાન વિભાગના દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર બંગાળમાં ચક્રવાત સર્જાતા વડોદરામાં પણ પવન ફુંકાયો હતો.
વડોદરા શહેર ના લાલબાગ વિસ્તાર માં આજે બપોરે તોતિંગ વૃક્ષ અને વીજ થાંભલા પડતા એક ગાડી અને ઓટો રિક્ષા દબાયા હતા.ત્યારે સાંજ પડતાં વડોદરાની હદમાં આવેલા ગદાપૂરા રોડ પર તોતિંગ ઝાડ અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા.સદનસીબે ગદાપૂરા રોડ પર કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા હતા.

Most Popular

To Top