Vadodara

વડોદરા: ગોવાથી વાયા વડોદરા થઈ અમદાવાદ તરફ લઈ જવાતો રુ.45.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય

જિલ્લા એલસીબીએ આજોડ ગામની સીમમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યુ, ચાલકની ધરપકડ, દારૂ મંગાવનાર અને મોકલનાર વોન્ટેડ
પ્રતિનિધિ વડોદરા
લોકસભાની ચૂંટણીના પરિણામને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. રાજ્ય બહારથી દારૂનો જથ્થો મંગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગોવાથી 45.83 લાખના દારૂ ભરેલા ટેન્કરને અમદાવાદ તરફ જતા જિલ્લા એલસીબીની ટીમે આજોડ ગામની સીમમાંથી ઝડપી પાડ્યું હતું. વિદેશી દારૂ નો જથ્થો ટેન્કર અને મોબાઇલ મળી 59.88 લાખના મુદ્દામાં સાથે ચાલકની ધરપકડ કરી મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે.
લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 જૂનના રોજ મત ગણતરી અને પરિણામ જાહેર થવાનું છે. ચૂંટણીમાં વિજેતા બનનાર રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના મતદારોને ખુશ કરવા અને રીઝવવા માટે બુટલેગરોને દારૂનો મસમોટો ઓર્ડર આપી દીધો છે. વડોદરા ગ્રામ્ય એલસીબીના પી.આઈ કુણાલ પટેલને 27 મેના રોજ બાતમી મળી હતી કે ગોવાની બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર વડોદરાથી વડોદરાથી અમદાવાદ તરફ જવાનું છે. જેથી એલસીબીની ટીમે આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની દારૂ ભરેલી ટેન્કર આવતા એલસીબી ની ટીમે તેને ઊભું રખાવી તપાસ કરી હતી ત્યારે તેમાં એક ચાલક બેઠેલો હતો. જેથી ચાલકને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ચોરખાનું બનાવી સંતાડી રાખેલો 44.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેન્કર ચાલક ચાંદમલ સવજી મીણાની ધરપકડ કરી વિદેશી દારૂ નો જથ્થો, ટેન્કર અને એક મોબાઇલ મળી રુ 59.88 લાખનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. ડ્રાઇવરની પૂછપરછ કરતા ગોવાની બોર્ડર પર આવેલી પંજાબ હોટલ પાસેથી દારૂ ભરેલી ટેન્કર લઇ વડોદરા અમદાવાદ ટોલના ખૂબ ક્રોસ કર્યા બાદ રાજુ નામના શખ્સને ફોન કરવાનું જણાવ્યું હતું. જેથી એલસીબીએ ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

Most Popular

To Top