અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બેસી મહિલા મુંબઈથી થાંદલા જઈ રહી હતી. દરમિયાન મહિલા ટ્રેનમાં ઊંઘી જતા તેનો લાભ લઈ કોઈ ગઠિયો રુ 3.89 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે રેલવે પોલીસે ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.
મુંબઈના ભૂલેશ્વર ખાતે રહેતા નિમ્મી વિક્રમ જૌહરીને મુંબઈથી થાંદલા જવાનું હતું. જેથી મહિલાએ અવન્તીકા એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. મહિલાએ 14 મેના રોજ મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતેથી ટ્રેનમાં બેઠા હતા. રેલ્વે સ્ટેશનથી ટ્રેન ઉપડતા કોચમાં મહિલા પોતાનું લેડીઝ પર્સ માથા પાસે રાખી ઊંઘી ગયા હતા. દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી અને ત્યાંથી ફરી ટ્રેન ઉપડયા બાદ ઊંધમાંથી તેઓ જાગી ગયા હતા. પરંતુ તેમના માથા પાસે લેડીઝ પર્સ જણાયું ન હતું. જેથી મહિલાએ ટ્રેનમાં શોધખોળ કરી હતી પરંતુ ૫ર્સ મળી આવ્યું ન હતું. પર્સમાં મોબાઇલ ફોન, સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી રૂ.3.89 લાખની મતા મૂકેલી હતી. જે પર્સ કોઈ ગઠિયો મહિલાની ઉંઘની લાભ લઈ ફરાર થઈ ગયો હતો. મેઘનગરખાતે નોંધાવેલી મહિલા ફરિયાદ વડોદરા રેલ્વે સ્ટેશન પર ટ્રાન્સફર થતા પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા: મુંબઈથી થાંદલા જતી મહિલાની ઉંઘનો લાભ લઈ ગઠિયો રૂ.3.89 લાખની મતા ભરેલું પર્સ ચોરી ગયો
By
Posted on