Madhya Gujarat

જાંબુઘોડાના ક્કરોલિયા પાસે બે બાઇક સામસામે ભટકાઈ, બેના મોત



જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ગામ પાસે બે બાઈકો સામ સામે ભટકાતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
જાણવા મળ્યા મુજબ બોડેલી ને અડીને આવેલા અને જાંબુઘોડા તાલુકા ના કકરોલીયા ગામ પાસે બપોર ના સમયે બે બાઈકો સામ સામે ગંભીર રીતે ટકરાતા એક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા
સમગ્ર બનાવવા ની મળતી વિગતો પ્રમાણે બોડેલી ને અડીને આવેલા જૂની બોડેલી ખાતે રહેતા સુનિલભાઈ પ્રતાપભાઈ બારીયા અને માકણી ગામ ને અડીને આવેલા અલ્હાદપુરા ગામ નો આશિષભાઈ રમેશભાઈ બારીયા અને આશિષ ની બાઈક ઉપર પાછળ બેઠેલી તેના કાકા ની છોકરી મીનાક્ષીબેન મયુરભાઈ બારીયા બેઠી હતી અને આશિષ પોતાની બાઈક ઉપર જાંબુઘોડા તરફથી બોડેલી તરફ આવી રહ્યો હતો જ્યારે બોડેલી તરફથી સુનિલભાઈ પ્રતાપભાઈ બારીયા પોતાની બાઇક ઉપર બોડેલી થી જાંબુઘોડા તરફ લગ્ન પ્રસંગ માં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો તે સમયે બપોર ના સમયે જાંબુઘોડા તાલુકા ના ક્કરોલિયા ખાતે આવેલ ભક્ત ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ પાસે બંને બાઈકો સામ સામે ધડાકાભેર ભયંકર રીતે ટકરાતા જૂની બોડેલી ના 19 વર્ષીય સુનિલભાઈ પ્રતાપભાઈ બારીયાને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. સમગ્ર બનાવ ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ 108ને કોલ કરતા બોડેલીથી 108 આવી ઇજાગ્રત અલ્હાદપુરાના આશિષ અને મીનાક્ષી ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન જ અલ્હાદપુરા ના આશાસ્પદ યુવાન આશિષભાઈ રમેશભાઈ બારીયા નું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આશિષ ની બાઈક પાછળ બેઠેલી તેના કાકાની દીકરી નવ વર્ષીય મીનાક્ષીબેન મયુરભાઈ બારીયા ને શરીર ઉપર ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે અકસ્માત ની જાણ બંને યુવાનોના પરિવારજ નો ને થતા તાત્કાલિક બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને જાંબુઘોડા હદ માં અકસ્માત થતા સમગ્ર બનાવની જાણ જાંબુઘોડા પોલીસને થતા જાંબુઘોડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અકસ્માતમાં મોતને ભેટેલા બંને મૃતદેહો ને જાંબુઘોડા પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહો પરિવારજ નો ને સોંપવામાં આવશે જ્યારે પરિવારજનો એ જુવાન જોધ દીકરાઓના મોતના પગલે પરિવારજ નો ના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી અને જુવાન છોકરાઓના મોત થતા ભારે આક્રંદ મચાવ્યું હતું.

Most Popular

To Top