ડભોઇ પંથકમાં આવેલ કુલ 11 મદ્રેસા માં હાથ ધરાયો સર્વે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો ની સંખ્યા સહિત સંચાલકોની માહિતી માંગવામાં આવી હોય જેને અનુલક્ષી ડભોઇ માનપાન સર્વે હાથ ધરવામાં આવ્યો.
રાજ્યમાં તમામ બાળકો શિક્ષણ મેળવે છે કે કેમ તેના અનુલક્ષી રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવતા મદ્રેશામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ડભોઇ શિક્ષણ વિભાગ ની જુદી જુદી 4 ટીમ બનાવી ડભોઇ તાલુકામાં આવતા 11 જેટલા મદ્રેશા શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં મદ્રેસા નાં સંચાલન વિશે માહિતી આવતા બાળકો શિક્ષણ મેળવે છે કે નહિ સાથે બાળકોની સંખ્યા સહિતની વિવિધ પ્રકારની માહિતી એકત્ર કરી રાજ્ય સરકાર માં રિપોર્ટ તૈયાર કરી મોકલવાનો હોય જેને અનુલક્ષી સર્વે હાથ ધરાયો હતો ડભોઇ વેગા 1, ચનવાળા 1, સીતપુર 1, સિમડીયા 2 ભિલાપૂર્ 1 સાઠોદ 2 ચાંદોદ 1 અને કુંઢેલા 2 મડી કુલ 11 મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરી માહિતી એકત્ર કરવામાં આવી હતી.