Vadodara

વડોદરા : ગોત્રી વિસ્તારમાં આવેલી કિશન એમ્બ્રોશિયા સાઇટના બિલ્ડર દંપતીની ધરપકડ

દુકાન વેચાણ આપવાનું કહી રૂ.7.21 લાખ પડાવી લઈ ઢગાઇ આચરી

રૂપિયાની વારંવાર માગણી કરતા બિલ્ડરે આપેલો ચેક બેન્કમાં માંથી રિટર્ન થયો

ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોશિયાના બિલ્ડર  દ્વારા ડોક્ટરને દુકાન વેચાણ આપવાનું કહી તેમની પાસેથી 7.21 લાખ પડાવી લીધા હતા. તેમ છતા બિલ્ડર દંપતી તેમને બાનાખત, કરી આપતો ન હતો. ત્યારબાદ દુકાન વેચવી નથી તેમ કહી પુરેપુરી રકમનો ચેક લખી આપ્યો હતો. જે બેન્કમાં જમા કરાવતા બેલેન્સના અભાવે રિટર્ન થયો હતો. જેથી ડોક્ટરે બિલ્ડર દંપતી સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલા એલિગ્ન્સ એપલમાં રહેતા ડ઼ો.રાહુલ ભરતભાઇ જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવેલી ફરિયાદ મુજબ બિલ્ડર ભીખુ કિશન કોરિયા તથા શિલ્પા ભીખુ કોરીયા (બંને રહે. રાધેજ્ઞાન ફ્લેટ, અટલાદરા,વડોદરા) દ્વારા ગોત્રી વિસ્તારમાં એશિયા મોલની પાછળ કિશન એમ્બ્રોશિયા નામની દુકાન તથા ફ્લેટોની સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં રાહુલ જોષીએ 10 અને 11 નંબરની બે દુકાનો ખરીદી કરી હતી. પરંતુ દુકાન નંબર 9 પણ ખાલી હોય બિલ્ડર દંપતીએ તેમને દુકાન 10 લાખમાં વેચાણ આપવા જણાવ્યું હતું. જેથી ડોક્ટરે રૂ. 7.21 લાખ તેમને ચૂકવી દીધા હતા. જ્યારે 2.79 લાખ બાકી હતી. તેમ છતાં બિલ્ડર દંપતી તેમને લીગલ એનઓસી , એલોટમેન્ટ લેટર તથા રૂપિયા ભર્યાની રીસીપ્ટ અને બાનાખત કરી આપતો ન હતો. જેથી બિલ્ડર દંપતીએ દુકાન નથી વેચવી તેમ કહીને 7.21 લાખનો બેન્ક ચેક લખીને આપી દીધો હતો. જે ચેક ડોક્ટરે બેન્કમાં ડિપોઝિટ કરાવતા બેવાર રિટર્ન થયો હતો. જેથી ગોત્રી પોલીસે છેતરપિંડીની ગુનો દાખલ કરીને બિલ્ડર દંપતીની ધરપકડ કરી લીધી હતી. આજે ગુરુવારે દંપતીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા છે. 

બોક્સ – વિદેશી ભાગી જવાની ફિરાકમાં ફરતા બિલ્ડર દંપતી વિરુદ્ધ ચાર અરજી

બિલ્ડર દ્વારા બનાવાયેલી સ્કીમમાં 150 લોકો જેટલા લોકોએ ફ્લેટ અને દુકાનો બુક કરાવી હતી. પરંતુ આ બિલ્ડર કોઇને દસ્તાવેજ કરી આપતો નથી અને પજેશન પણ આપતો ન હતો. જેથી કેટલાક દિવસોથી બિલ્ડર દંપતીએ વિદેશી ભાગી જવાની ફિરાકમાં હોય મકાન અને દુકાન ખરીદનારો ભેગા મળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જેમાં ગરમીના કારણે એક મહિલા બેભામ થઇ ગઇ હતી. ચાર જેટલા લોકોએ બિલ્ડર વિરુદ્ધ અરજી પણ આપી હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.  

Most Popular

To Top