શેરડીના રસમાં ઝેરી કેમિકલ ભેળવીને સમગ્ર પરિવાર ને મોતને ઘાટ ઉતારનાર પિતા હજુ પણ સારવાર હેઠળ
વડોદરા
ગત તા. 1 મેં ના રોજ તરસાલીની એક સોસાયટીમાં રહેતા સોની પરિવાર રાત્રિ દરમ્યાન શેરડી ના રસ પીધા બાદ તેમની તબિયત લથડતા પરિવારના બે સભ્યોના મોત થયાં હતાં જ્યારે પિતા પુત્ર સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં દાખલ હતા. 14 દિવસથી સારવાર મેળવી રહેલા પુત્ર આકાશ સોની નું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પિતા હજી પણ સારવાર હેઠળ છે. મકરપુરા પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.