Vadodara

વડોદરા : આઇપીએલની મેચ પર આઈડી દ્વારા સટ્ટો રમતો સટોડીયો ઝડપાયો, અન્ય સાત જણા વોન્ટેડ

પ્રતિનિધિ વડોદરા તા.13

વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે મકાનમાંથી આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક સટોડીયાને પીસીબીએ ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે આઇડી મારફતે સટ્ટો રમતા અન્ય સાત જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. સટોડીયા પાસેથી સાત મોબાઈલ અને રોકડ રકમ મળી રુ. 1.82 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રોજ કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ પોલીસે કેટલાક કટોડીયા અને આઈડી આપનાર બુકીને ઝડપી પાડ્યા હતા. હજુ પણ સટોડીયા ઉપર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. જેને લઈને પીસીબી પોલીસની ટીમ ગઈકાલે રવિવારે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કમલેશ ઉર્ફે કાલુ ખુબચંદાણી જે કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા સાઇકૃપા ફ્લેટ મકાન નં-4માં રહે છે. આ કમલેશ ઉર્ફે કાલુ હાલમાં ચાલતી આઇપીએલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે તેણે ઓનલાઈન આઇડી લીધુ છે અને આ આઇ.ડી ઉપર તે પોતાના ગ્રાહકો સાથે રાજસ્થાન રોયલ્સ તથા ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાઇ રહલી મેચ પર પોતાના ઘરે બેસી સટ્ટો રમે છે. જેના આધારે બાતમી મુજબના મકાનમાં પીસીબી પોલીસે રેડ કરી હતી. ત્યારે મકાનમાંથી કમલેશ ઉર્ફે કાલુ ખૂબ ચંદાણીને ઝડપી પાડયો હતો. તેની પાસેથી પીસીબી એ સાત મોબાઈલ અને રોકડ રકમ મળી
1.82 લાખના મુદ્દામાં સાથે એક સટોડીયા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે. જ્યારે આઈડી દ્વારા સટ્ટો રમતા અન્ય સાત સટોડીયા અજય ગીરધારીલાલ તોલાણી (રહે. વારસીયા વડોદરા શહેર), અરૂણ ઉર્ફે કેપી, પ્રેમ, દિલીપ, રોશન, ધ્રુવીલ, ધ્રુવીલની માતાને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top