પટના: પીએમ મોદી (PM Modi) બે દિવસના બિહાર (Bihar) પ્રવાસે છે. ત્યારે રવિવારે સાંજે તેમણે પટનામાં બે કિલોમીટર લાંબો રોડ શો (Road show) યોજ્યો હતો. ત્યાર બાદ તેઓ રાજભવન ખાતે આરામ કર્યો હતો. તેમજ આજે સોમવારે તેઓ હાજીપુર, મુઝફ્ફરપુર અને સારણમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાને પટનના ગુરુદ્વારાની (Gurdwara) પણ મુલાકાત લીધી હતી. તેમજ ત્યા લંગરમાં સેવા પણ કરી હતી.
બિહારની પાંચ લોકસભા સીટો પર આજે 13 મેના રોજ સવારથી જ મતદાન શરૂ થઇ ગયું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક પટનાના ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા હતા. અહીં ગુરુદ્વારામાં નમન કર્યા બાદ વડાપ્રધાને કંઈક એવું કર્યું જેની દેશભરમાં ચર્ચા થવા લાગી હતી. વડાપ્રધાન સવારે 9:31 વાગ્યે પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તખ્ત શ્રી હરમંદિર જી, પટના સાહિબની મુલાકાતને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારામાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુરુદ્વારામાં પીએમ મોદીની એકદમ અલગ અવતારમાં જોવા મળ્યા હતા. અહીં પીએમ મોદીએ માથા પર પાઘડી બાંધીને શ્રી હરમંદિર જી પટના સાહિબની મુલાકાત લીધી હતી. આ અંગે ઘણા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વડાપ્રધાન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
પીએમ મોદીએ ગુરુદ્વારામાં દર્શન કર્યા બાદ લંગર પીરસ્યું હતું. અહીં તેમણે લંગર પણ તૈયાર કર્યું હતું. જેની તસવીરો પણ સામે આવી હતી. પીએમ મોદી રવિવારે પટના પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શો પણ કર્યો હતો. તેમજ આ રોડ શો બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના ત્રણ સંસદીય ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધશે. તેમજ હાજીપુર, વૈશાલી અને સારણમાં જાહેર સભાઓ કરીને તેઓ બિહારને જીતવાના પોતાના સંકલ્પ પર આગળ વધવાનો પ્રયાસ કરશે.
શું છે તખ્ત શ્રી પટના સાહિબનો ઇતિહાસ
તખ્ત શ્રી પટના સાહિબ જેને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળ તરીકે, આ તખ્ત મહારાજા રણજીત સિંહ દ્વારા 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 1666માં પટનામાં થયો હતો. તેમજ આનંદપુર સાહિબ જતા પહેલા તેમણે શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા.