Vadodara

શહેરના પ્રદર્શન મેદાન પર બે ફનપાર્ક માંથી એક ફનપાર્ક પાસે જરૂરી પરવાનગી તથા ફિટનેસ સર્ટિફિકેટ ન હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી.

અમારા ગુજરાત મિત્રના અહેવાલને પગલે પાલિકા તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા ક્ષતિ બહાર આવી

ગત તા.1લી મે ના રોજ અમારા ‘ગુજરાતમિત્ર’ ના ડિજિટલ ન્યૂઝમા તથા તા.02 મે ના રોજ દૈનિક અખબારમાં શહેરના પ્રદર્શન મેદાન ખાતે ચાલતા ફનપાર્ક (આનંદ મેળા) માં ફાયરસેફ્ટિ, તાલીમ વિનાના સ્ટાફ તથા વિવિધ રાઇડ્સના સર્ટિફિકેટ્સ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો સાથે જ હરણીબોટકાંડ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આ અંગે તપાસ માટે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે શહેરના પ્રદર્શન મેદાનમાં બે ફનપાર્ક ચાલી રહ્યાં હતાં જ્યાં આજે વડોદરા મહાનગરપાલિકા ના સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ વિઝીટ કરતા ફનગ્લાસ નામના ફનપાર્ક પાસે જરૂરી પરવાનગી, ફાયર એનઓસી,કલેક્ટર કચેરી ની પરવાનગી સહિતના જરૂરી પરવાનગી ન હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી જ્યારે અન્ય ફનપાર્ક પાસે જરૂરી તમામ પૂરાવા હોય તેઓને દરરોજના ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ બતાવવાની સૂચના આપવામાં આવી હતી.

Most Popular

To Top