મિત્રના ભાઇના બાકી રૂપિયાના બદલામાં આજવા રોડ પર ચા પીવા માટે બેઠેલા યુવકનું બે શખ્સો દ્વારા બાઇક પર બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને આજવા બ્રિજથી ગોલ્ડન ચોકડી તરફ લઇ ગયા હતા. ત્યાં ચાર જણાએ યુવકને માર માર્યા બાદ મોબાઇલ તથા મિત્રની બાઇક મળી 32 હજારની મતાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. કપુરાઇ પોલીલે અપહરણ વિથ લૂંટનો ગુનો નોંધી ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આજવા રોડ પર આવેલ અમરદીપ ટાઉનશીપમાં રહેતા કાનજી પર્વતસિંહ રાજપૂત (ઉંવ.20) કમળાનગર તળાવ પાસે કોમ્પ્લેક્ષમાં બેઝીક પ્લસ ટેલી કોમ્પ્યુટર કોર્સ કરે છે. 10 મેના રોજ રાત્રીના સાડા આઠેક વાગે યુવક જમીને પોતાની એકટીવા લઇને રજવાડી હોટલ આજવા ચોકડી પાસે મિત્ર કરણ રાજપુત નિર્મલ ભૈરવસિંહ રાજપુત અને નિર્મલ ગુમાનસિંહ શેખાવત હોટલમાંથી ચા પીવા બેઠા હતા. દરમિયાન કરણ સજપુતનો મિત્ર રાહુલ ખટીક કાર ચાર શખ્સો તેમની પાસે આવ્યો હતો. બાદમાં રાહુલે કરણ રાજપુતને જણાવ્યું હતું કે તારો ભાઈ શકિત કયા છે મારે તેની પાસેથી રૂ 50 હજાર લેવાના બાકી છે તેને ફોન લગાવ. મારે તેની પાસે હિસાબ લેવાનો છે. ત્યારે કરણે શકિત રાજસ્થાન ગયો છે તેમ કહ્યું હતું. કરણે વાત કરવાના બહાને ફોન લગાવ્યા બાદ ભાગી ગયો હતો તેની સાથે તેના બે મિત્રો પણ ભાગી ગયા હતા. પરંતુ કાનજી રાજપુત ત્યાં બેઠેલો હોય બે શખ્સે કરણ રાજપુતની બાઇક પર બેસાડી અપહરણ આજવા બ્રીજથી ગોલ્ડન ચોકડી તરફ લઇ ગયા હતા ત્યાં યુવકને માર માર્યા બાદ તેની પાસેથી મોબાઇલ લૂંટ કરી હતી ત્યારબાદ કરણ રાજપુતની બાઇક લઈ ગોલ્ડન ચોકડી હાઈવે તરફ કાર લઇને ફરાર થઇ ગયા હતા. રાહુલ ખટીક સહિતના ત્રણ શખ્સો યુવક પાસેથી મોબાઇલ અને બાઇક મળી 32 હજારની મતાની લૂંટ કરી કરી હતી. જેથી યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
- યુવકના ત્રણ મિત્રો સ્થળ પરથી ભાગી ગયા
કાર લઇને આવેલા રાહુલ ખટીકને કરણ રાજપૂતના ભાઇ પાસેથી 50 હજાર લેવાના હતા. જેથી રાહુલે કરણને રાજસ્થાન ગયેલા તેના ભાઇને ફોન લગાવવાનું કહયું હતું. જેથી કરણ તેના ભાઇ શક્તિને ફોન લવાવ્યો હતો. ત્યારે તેના બે મિત્રો પણ ગયા હતા દરમિયાન તકનો લાભ લઇને ત્રણ જણા સ્થળ પરથી ભાગી ગયા હતા.