ગુજરાત મિત્ર દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ ફરિયાદ નોધાઇ .માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલીસા ફ્લેટમાં રહેતી પરણીતાને તેના સાસરીયાઓ દ્વારા દહેજ લઇ આવવા બાબતે બેરહેમી પૂર્વક માર મારીને રૂમમાં ગોધી રાખતા બનાવ અંગે પરણીતાના પિતાને જાણ થઇ હતી. જેથી તેઓએ પોલીસ કંટ્રોલ રૂમને બનાવ અંગે જાણ કરી હતી. બાદમાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. જ્યાં પોલીસ તમામને પોલીસ મથક તો લઇ ગઈ પરંતુ ચા પીવડાવીને પરત મોકલી દીધા હતા. અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ન હતી. બાદમાં ગુજરાત મિત્ર દ્વારા આ બનાવ અંગેનો અહેવાલ પ્રકાશિત કરતા આખરે માંજલપુર પોલીસે પતિ સહીત અન્ય સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ને ગુનો નોધ્યો હતો.
નેવી મર્ચન્ટમાં ફરજ બજાવતા યુવક સાથે બે વર્ષ પૂર્વે મૂળ દિલ્હીની યુવતીનું લગ્ન થયું હતું લગ્ન બાદ પતિ તેમજ અન્ય સાસરીયાઓ દ્વારા દહેજ લાવવા માટે દબાણ કરીને તેને મારવામાં આવ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર લઈ જવાને બદલે એક રૂમમાં પૂરી દેવામાં આવી હતી પરંતુ મહિલાએ સાવચેતીપૂર્વક પડોશી ના કોલ ના માધ્યમથી બનાવો અંગે તેના પિતા સુધી આ સમાચાર પહોંચાડ્યા હતા જેથી દિલ્હી થી તેના પિતા વડોદરા ખાતે આવી પહોંચીને દીકરીને મળતા દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી જેથી પિતા એ કાયદાકીય કાર્યવાહી કરવાનું વિચારીને બનાવ અંગે બે દિવસ પૂર્વે પોલીસને કંટ્રોલરૂમ ના માધ્યમથી જાણ કરી હતી જેથી માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવીને તમામને પોલીસ મથકમાં લઈ ગઈ હતી. જ્યાં યુવતી પર જ આક્ષેપ લગાવીને સાસરિયાઓને પરત મોકલી દેવામાં આવ્યા હતા અને પરણીતાની ફરિયાદ પણ નોંધવામાં આવી ન હતી જેથી છેવટે પિતા પોતે જ એમ્બ્યુલન્સના માધ્યમથી દીકરીને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેની હાલત ગંભીર હોવા છતાં પણ ફરિયાદ નોધવા માં આવતી ન હતી. જેથી પિતાએ પોલીસ કમિશનરને પણ બનાવ અંગે જાણ કરી હતી. બાદમાં આજે માંજલપુર પોલીસે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોધીને કાયદાકીય પગલા લીધા હતા.