*કલાભુવન મેદાન પર તાલીમ વિનાના સ્ટાફ સાથે રાઇડ્સ ચાલુ કરવામાં આવતા લોકોની સુરક્ષા માથે ઝળુંબાતું જોખમ*
*પરવાનગી આપનાર વિભાગના અધિકારીઓ દ્વારા શું દરરોજ રાઇડ્સના રિપોર્ટ્સ ચેક કરવામાં આવે છે ખરાં?*
(પ્રતિનિધિ) વડોદરા તા. 01
ગત તા.18મી જાન્યુઆરીના રોજ શહેરના હરણી લેકઝોન ખાતે એક ખાનગી શાળાના 12 બાળકો તથા બે શિક્ષિકા મળી કુલ 14 લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટનાના પગલાં સમગ્ર રાજ્યમાં પડ્યા હતા.આ ચકચારી બનાવને લઇને સુરક્ષા સંદર્ભે અનેક સવાલો ઉભા થતાં સફાળું તંત્ર જાગ્યું હતું અને શહેરના સયાજીબાગ ખાતે બાળકો માટે ચાલતી જોય ટ્રેન, કોટના બીચ, સહિત ચાણોદ, અને તમામ નદીઓમાં બોટ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી
આ હરણીકાંડને હજી તો માંડ ત્રણ મહિના વિત્યા છે ત્યાં તો
શહેરના કલાભુવન મેદાન પર આનંદમેળો શરૂ કરી દેવામા આવ્યો છે. આ મેળામાં લોકોની સુરક્ષાની જવાબદારી કોની? આ આનંદમેળામાં ચાલતી વિવિધ રાઇડ્સો જેમાં જાયન્ટવ્હીલ, ઓકટોપસ, અને અન્ય સાધનો લોકોના આનંદ માટે ચલાવામા આવી રહ્યાં છે. આ મેળામાં કામ કરતા કર્મચારીઓને કોઈ અનુભવ કે કોઈ આભ્યાસ હોતો નથી.તાલીમ પામેલા કર્મચારીઓ વિના કે તેઓની તપાસ વિના જ અહીં દરરોજ કેટલીક રાઇડ્સો 6-7કલાક રોજ ચાલે. જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? કઇ ચકાસણી કે તપાસના આધારે પરવાનગી આપવામાં આવી છે? પરવાનગી કોના દ્વારા આપવામાં આવી છે? વડોદરા મહાનગર પાલિકા, વડોદરા ફાયર બ્રિગેડ, વડોદરા શહેર પોલીસ, રાવપુરા પોલીસ, પીડબલ્યુડી,આ આનંદમેળાની પરવાનગી એક વાર જોયા બાદ આપી દેવામાં આવે છે.
પરંતુ શું રોજ હજારો લોકો આ આનંદ માણવા રાઇડ્સમા બેસે છે. રોજ 6-7 કલાક સુધી સતત આ મશીન ચાલે છે. તો. આ આનંદમેળાની પરવાનગી આપનાર અધિકારીઓ શું દરરોજ તપાસ કરશે અથવાતો રાઇડ્સના રિપોર્ટ ચકાશે છે ખરાં? સાથે જ ત્યાં સુરક્ષા તથા ફરજ પરના કર્મચારીઓ તાલીમ પામેલા છે કે કેમ?આવા અનેક સવાલો તંત્ર સામે ઉભા થયા છે.
હરણી બોટકાંડની દુર્ઘટના બાદ પણ તંત્રે બોધપાઠ ન લીધો?
By
Posted on