સુરત: દારૂ બાદ હવે ડ્રગ્સનો (Drugs) નશો કરવો હવે સુરેન્દ્ર નગરમા સામાન્ય થઇ ગયો છે. દિવસે ને દિવસે સુરેન્દ્રનગરમાં (Surendranagar) ડ્રગ્સના કેસમાં વધારો થતો જોવા મળે છે. આવો જ એક કિસ્સો આજે મંગળવારે 30 એપ્રિલના રોજ સામે આવ્યો હતો. સુરતથી (Surat) ડ્રગ્સ ખરીદીને સુરેન્દ્રનગર વહેંચવા જતી મહિલા ડ્રગ્સ સ્મગલર ફાતિમા રાજકોટથી ઝડપાયી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટથી ડ્રગ્સ વેચવા માટે આવેલી મહિલાને એસઓજી ટીમે પકડી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ઝડપાયેલી આ મહિલા પાસેથી કુલ રૂ.86650 રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ વધુ પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાએ ડ્રગ્સનો જથ્થો સુરતથી ખરીદ્યો હતો.
સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સુરેન્દ્રનગરમાં કોઇ ખાનગી રાહે ડ્રગ્સની હેરાફેરી કરતુ હોવાની બાતમી સુરત એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટને મળી હતી. એસઓજી પીઆઇને બાતમી મળતા જ તેઓ અને તેમની ટીમે સુરત થી સુરેન્દ્ર નગર સુધી તપાસ હાથ ધરી હતી.
તેમજ શંકાસ્પદ જગ્યાઓ ઉપર દરોડો પાડતા રાજકોટ આણંદનગર બ્લોકનં 7, ક્વાટરનં 287માં રહેતી રીના ઉર્ફે ફાતિમા રણજીતભાઇ ગોહેલને ઝડપી પાડવામાં તેમને સફળતા મળી હતી. તેમજ તેણીની પાસેથી કુલ રૂ.86650નો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યુ હતું કે રીના ઉર્ફે ફાતિમા આ ડ્રગ્સનો જથ્થો સુરતના એ.કે.રોડ પરથી લાવી હતી. જેથી તપાસનો રેલો હવે સુરત સુધી પહોંચશે તેવી સંભાવના છે. તેમજ તેણીની ધરપકડના કારણે ઘણા ડ્રગ્સ માફિયાઓનો પણ પર્દાફાશ થાય તેવી સંભાવના છે.
ડ્રગ્સમાં હેરોઇન અને એમડી મળ્યું
સુરેન્દ્રનગરમાંથી મહિલા પાસેથી બે અલગ અલગ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. જેમાં ઓપીએટીવ્ઝ ડેરીવેટીવ (હેરોઇન) કુલ 4.95 ગ્રામ ડ્રગ્સ અને મેકેડ્રોઇ (એમ.ડી.) નું 5.65 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતું. આ બંને અલગ અલગ પ્રકારની નશાકારક વસ્તુઓ છે.
તેમનુ મટરીયલ પણ અલગ હોય છે. પોલીસ પંજામાં સપડાયેલી મહિલા ડ્રગ ડીલર, ડ્રગ્સની હેરાફેરીમાં ઘણા સમયથી હોવાથી પોલીસને આશંકા છે. આટલુ જ નહી પરંતુ તેના સંપર્ક ડ્રગ્સના મોટા માફિયાઓ સાથે પણ હોવાની શકયતાઓ સેવાઇ રહી છે. જેથી આ મહિલાની ધરપકડ બાદ સુરેન્દ્રનગરના ડ્રગ્સ માફિયા અને બંધાણીના પણ નામ ખુલે તેવી સંભાવના છે.