National

કોવીશિલ્ડ બનાવતી કંપનીએ કબુલ્યુ, ‘વેક્સિનથી છે હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકનો ખતરો’

નવી દિલ્હી: ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ (Oxford-AstraZeneca Covid) વેક્સીનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રસીના ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ યુનાઇટેડ કિંગડમ હાઇકોર્ટમાં સબમિટ કરેલા તેમના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેમની કોવિડ -19 રસી TTS જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે. એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) વેક્સીન ઘણા દેશોમાં કોવિશિલ્ડ (Covishield) અને વેક્સેવેરિયા (Vaxzeveria) નામથી વેચાતી હતી.

કોરોના દરમિયાન લોકોને રોગથી બચાવવા માટે બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની મદદથી રસી આપવામાં આવી હતી. ભારતમાં આ રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને આપવામાં આવી હતી. કોરોના કાળના લગભગ 4 વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું છે કે તેમની કોવિડ રસી લોકોમાં દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે.

કોવિશિલ્ડ રસી હાર્ટ એટેકનું કારણ બની શકે છે!
એક કેસમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેમની કોરોના રસી કે જે વિશ્વભરમાં કોવિશિલ્ડ અને વેક્સજાવરિયા નામથી વેચાતી હતી, તે લોકોમાં લોહીના ગંઠાવા સહિતની આડઅસર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રસીના કારણે હાર્ટ એટેક, બ્રેનનો સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટવા જેવી સમસ્યા થઇ શકે છે. કંપનીએ એ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થવાની સંભાવના છે. તેમજ સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

કેસ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?
બ્રિટનમાં જેમી સ્કોટ નામની વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ એસ્ટ્રાઝેનેકાની રસી લીધા પછી તેમના મગજને નુકસાન થયું હતું. તેમજ તેમની જેમ અન્ય ઘણા પરિવારોએ પણ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદો કરી હતી.

તેમનું કહેવું છે કે આ રસી લીધા બાદ તેમને અનેક પ્રકારની શારીરિક પીડઅઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિશે પહેલા જણાવવામાં આવ્યું ન હતું. આ પરિવારો હવે રસી અંગે તેમને પડતી સમસ્યાઓ માટે વળતરની માંગ કરી રહ્યા છે.

કોર્ટમાં એસ્ટ્રાઝેનેકાની કબૂલાત
યુકે હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતી વખતે, કંપનીએ સ્વીકાર્યું હતું કે ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં તેમની રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે. જેના કારણે લોકોને હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. આ કબૂલાત છતાં કંપની વળતરની લોકોની માંગનો વિરોધ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આટલા મોટા પાયા પર રસીકરણ પછી કેટલાક જ લોકોમાં આ સમસ્યા આવી શકે છે.

Most Popular

To Top