નિગમના સહાયક મેનેજર મનું મિશ્રાએ દિવ્યાંગ મતદારોને પ્રેરણા આપતા ચૂંટણીના પર્વને એક ઉત્સવ તરીકે મનાવી અન્ય પાંચ લોકોને મતદાન કરાવવા જણાવ્યું હતું. સંસ્થાના પ્રો.જે.એમ પનારાએ સંસ્થાની વિગતો આપી હતી.
સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશીએ ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાવી ચૂંટણીમાં દિવ્યાંગજનો માટે મતદાન મથકો ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓ અંગેની માહિતી આપી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિતોને મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરત પંચોલી, મુક ધ્વનિ ટ્રસ્ટના રિકેશ દેસાઈ, રવિ શંકર, દિવ્યાંગજનો સહિત શાળાના આચાર્ય દિપક બારોટ,સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.