Editorial

સોનું ભારતીયો માટે ફક્ત રોકાણ નથી, સંસ્કૃતિ પણ જોડાયેલી છે

ભારતમાં સોનું માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કારણોને લીધે પણ ખરીદવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોનામાં રોકાણ કરવાનું પ્રમાણ વધ્યું છે. શેરબજારમાં ઉતારચઢાવ અને અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની ચિંતાઓને લીધે ઘણીવાર રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત રસ્તો માને છે. પરંતુ હાલના સમયમાં સોનાનો ભાવ સતત વધતો જ જાય છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે સોનાના ભાવમાં થોડોઘણો ઘટાડો જોવા મળ્યો હોય. ચેન્નઈમાં 24 કૅરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 80 હજારને પાર પહોંચી ચૂક્યો છે.

જ્યારે 22 કૅરેટની કિંમત 70 હજારને પાર પહોંચી ચૂકી છે. સોનાના ભાવમાં આવી રહેલી તેજીનું કારણ એ છે કે ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલા ફેરફારો છે. “દુનિયાભરમાં સોનાના ભાવ લંડન બુલિયન માર્કેટથી નક્કી થાય છે. આ દુનિયાભરમાં સોનાની લેવડદેવડ માટે સૌથી પ્રીમિયર પ્લૅટફૉર્મ છે. દુનિયાભરમાં સોનાનું ખનન કરનારા મોટા કારોબારીઓ અને ઉદ્યોગપતિઓ લંડન બુલિયન માર્કેટ સાથે જોડાયેલા છે.

હવે આ બજારમાં સોનાના ભાવ ઉપર જઈ રહ્યા છે. જેની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ પર દેખાઈ રહી છે.”  કિંમતી ધાતુઓ અને પદાર્થોને આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રૉય ઔંસ સિસ્ટમ હેઠળ તોલવામાં આવે છે. એક ઔંસમાં 31.1 ગ્રામ હોય છે. જ્યારે હાલમાં ભારતનો રૂપિયો ડૉલરના મુકાબલે 83.40ની સપાટીએ છે એટલે કે એક ડૉલરની કિંમત હાલમાં 83થી વધારે છે. ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં થઈ રહેલો ઘટાડો પણ સોનાનો ભાવ વધવાનું કારણ છે.

આયાત કિંમત અને વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિઓએ પણ સોનાના ભાવને પ્રભાવિત કર્યા છે. ભારત વાર્ષિક લગભગ 800 ટન સોનાની નિકાસ કરે છે. ભારત સ્વિટ્ઝરલૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને દુબઈ જેવી જગ્યાએથી સૌથી વધુ સોનું આયાત કરે છે. અમેરિકામાં બેરોજગારીનો સૂચકાંક ઘણો નીચો ગયો છે. રિયલ એસ્ટેટ સૅક્ટરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શેરબજારમાં પણ વૃદ્ધિનો કોઈ માર્ગ દેખાતો નથી. ફુગાવો વધી રહ્યો છે. આ બધાની અસર અર્થતંત્ર પર થઈ રહી છે અને તેના કારણે સોનાના ભાવ પર પણ અસર પડી રહી છે.” ભારતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. આવી સ્થિતિમાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું લોકસભાની ચૂંટણીની અસર સોનાના ભાવ પર પડી શકે છે?

જોકે, અત્યાર સુધીમાં સોનાના ભાવ પર ભારતીય ચૂંટણીની કોઈ અસર જોવા મળી નથી. શાંતાકુમાર કહે છે, “ભારતમાં લોકો મોટી સંખ્યામાં સોનું ખરીદે છે. જ્યારે તમે બૅન્કમાં પૈસા જમા કરો છો ત્યારે વ્યાજદર ઓછો મળે છે. તેના કારણે પણ ઘણા લોકો સોનામાં રોકાણ કરે છે. આ કારણથી પણ બજારમાં સોનાની માંગ વધી રહી છે.” જાન્યુઆરીમાં પ્રગટ થયેલા એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં મોંઘવારીનો દર 3.1 ટકા છે. લોકો સુરક્ષિત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છે. ઐતિહાસિક રીતે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ભારત સહિત એશિયાના દેશોમાં સોનાને એક પૂંજી માનવામાં આવે છે, પરંતુ અન્ય દેશોમાં સોનાને રોકાણ તરીકે માનવામાં આવે છે.”

છેલ્લાં 20 વર્ષો પર નજર કરીએ તો સોનાની કિંમતો સતત વધી રહી છે. તેનું એક કારણ એ છે કે બજારમાં સોનાની માંગ પણ વધી છે. યુએસ ફેડરલ રિઝર્વે કહ્યું છે કે તે વ્યાજ દરમાં વધારો કરશે. જોકે, ઘણા લોકોને અપેક્ષા હતી કે ફેડરલ રિઝર્વ દરો ઘટાડી શકે છે. “વ્યાજદરને લઈને ફેડરલ રિઝર્વના નિર્ણયની જૂનમાં રાહ જોવાઈ રહી છે. અમેરિકામાં ચૂંટણીનો સમય છે. અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પર પણ તેની અસર પડી શકે છે. વૈશ્વિક સ્તરે થઈ રહેલા ભૌગોલિક રાજકીય ફેરફારોની અસર સોના પર પડે છે. જો મોંઘવારી વધશે તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થશે.”

સોનાના રિસાઇક્લિંગમાં કેટલાંક ઝેરી રસાયણોનો ઉપયોગ થાય છે જે પર્યાવરણ માટે અત્યંત જોખમી છે. છતાં તે ખાણકામ દ્વારા સોનું બહાર કાઢવા કરતાં ઓછું જોખમી છે. જર્મનીની ગોલ્ડ રિફાઇનરીનું તાજેતરનું સંશોધન દર્શાવે છે કે એક કિલો સોનું રિસાઇકલ કરવામાં 53 કિલોગ્રામ અથવા તેની આસપાસ કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. જોકે, ખાણમાંથી આટલું જ સોનું બહાર કાઢવામાં આવે તો લગભગ 16 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે. સોનાના ખનનથી પર્યાવરણ પર નકારાત્મક અસર પડે છે. તેથી વિશ્વભરમાં જ્યાં પણ સોનાની ખાણો છે, ત્યાંના સ્થાનિક લોકો તેના ઉત્ખનનનો વિરોધ કરે છે. આ વિરોધના કારણે સોનાના ઉત્પાદનમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.

ઉદાહરણ તરીકે ચીલીમાં પાસ્કુલા-લામા ખાણમાં ઉત્ખનન એટલા માટે અટકાવી દેવું પડ્યું કારણ કે ત્યાંના સ્થાનિક પર્યાવરણ કાર્યકરો તેનો વિરોધ કરતા હતા. તેવી જ રીતે ઉત્તર આયર્લૅન્ડના ટાઇરોનમાં પણ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ વિસ્તારમાં સોનાની ખાણો આવેલી છે. ઘણી કંપનીઓ અહીં પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓ તેનો સતત વિરોધ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે સોનાના ઉત્ખનનથી જે નુકસાન થશે તેની ભરપાઈ સ્થાનિક લોકોએ કરવી પડશે. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લાં ત્રીસ વર્ષથી રોજગારીની અછતનો સામનો કરી રહ્યા છે. કંપનીએ તેમને રોજગારી અને બીજી સુવિધાઓ આપવાનું વચન આપ્યું છે. આમ છતાં લોકો રાજી નથી.

Most Popular

To Top