જયારે પણ ફેમિલી બિઝેનસની કમાન સેકન્ડ જનરેશનને સોંપવામાં આવે ત્યારે કંપનીમાં ધરમૂળથી ફેરફાર થતા હોય છે. સેકન્ડ જનરેશનને રાતોરાત કંપનીમાં પ્રોફેશનલ કલ્ચર અને સુધારા કરવા હોય છે પરંતુ કેટલીક વખત ખોટા નિર્ણયને લીધે કોઈ વખત સિનિયર મેનેજમેન્ટની ટીમ નારાજ થતી હોય છે અને એમાંથી કેટલાક મેમ્બર કંપની છોડી પણ દેતા હોય છે અને આખરે તો કંપનીને નુકશાન ભોગવવું પડે છે. ઘણી વખત પોતાના ઘરે સાંભળવા મળતી વાતો અને એક જ દ્રષ્ટિથી સ્થિતિને જોવાની નબળાઈને કારણે ઘણી વખત નવી જનરેશન ખોટી ધારણાઓ બાંધી લેતી હોય છે અને તે પ્રમાણે નિર્ણય લેતા હોય છે.
કહેવાનો મતલબ છે કે જયારે ફર્સ્ટ જનરેશને નવી પેઢી માટે સરસ પ્લેટફોર્મ ઊભું કરેલું હોય છે ત્યારે નવી પેઢીની ફરજ છે કે વાણી, વ્યવહાર અને વર્તન દ્વારા કંપનીને એક નવી દિશા આપવી. કંપનીના કર્મચારીઓને એક રિયલ બિઝનેસ પાર્ટનર બનાવી કંપનીનો ગ્રોથ કરવો. નવી પેઢીએ એ વાત યાદ રાખવી બહુ જરૂરી બને છે કે કોઈ દિવસ પ્રમોટર એકલા કંપની ચલાવી શકવાના નથી, કર્મચારીઓના સહકાર અને શ્રેષ્ઠ દેખાવ વગર કંપનીનો ગ્રોથ શક્ય નથી. જયારે પણ નવી પેઢી કંપનીમાં કામકાજ સંભાળે ત્યારે સૌ પ્રથમ તેમને કંપનીના માણસોના રોલ અને બિઝનેસ પ્રોસેસનો ગહનથી અભ્યાસ કરવાનો હોય છે. નવી પેઢીએ પહેલા બે વર્ષ કંપનીને પ્રોસેસ અને માર્કેટમાં શું બેસ્ટ પ્રેક્ટિસીસ છે તેનું ઊંડાણથી એનાલિસિસ કરવું જોઈએ અને પોતાની કંપની માટે શું બેસ્ટ છે તે નક્કી કરવું જોઈએ. નવી પેઢીએ એક વાત ચોક્કસ યાદ રાખવી જોઈએ કે રાતોરાત બધું ચેન્જ થવાનું નથી. તેના માટે ધીરજ અને તમારો વ્યવહાર જ તમને સફળતા અપાવશે. નવી પેઢીનું વર્તન જ કંપનીની દિશા નક્કી કરશે. જેટલા નમ્ર અને વિવેકી બનશો ત્યારે જ કંપનીના બધા સ્ટેક હોલ્ડર્સનો વિશ્વાસ સંપાદિત કરી શકશો.
ubhavesh@hotmail.com
ફેમિલી બિઝનેસ – સેકન્ડ જનરેશનનાં વાણી, વર્તન અને વ્યવહારમાં નમ્રતા જરૂરી
By
Posted on