• 24 કલાકમાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા
• કુલ પાંચ લોકો કોરોના પોઝિટિવ
એક તરફ મિશ્ર ઋતુના કારણે સતત સરદી,ખાંસી,તાવ જેવા વાઈરલ બીમારીનો મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા છે, ત્યારે ફરી એકવાર કોરોના ની એન્ટ્રી શહેરમાં જોવા મળી હતી. મધ્ય ગુજરાતના સૌથી મોટા એવા સયાજી હોસ્પિટલમાં કુલ પાંચ કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે, ત્યારે વીતેલા 24 કલાકની અંદર કુલ ત્રણ નવા કેસ નોંધાયા હતા જે પૈકી બે હાલ આઈસોલેશન બોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે બંને વૃદ્ધ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
જો કોઈપણ વ્યક્તિને સતત શરદી ખાંસી તેમજ તાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં અથવા તો અર્બન સેન્ટર તેમજ સયાજી હોસ્પિટલમાં રેપિટેસ્ટ આરટીપીસીઆર સહિતના ટેસ્ટ કરાવવા જોઈએ અથવા તો તબીબને બતાવીને તાત્કાલિક સારવાર મેળવવી જોઈએ.