વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઢોર પાર્ટી ઉપર પથ્થર અને લાકડીઓ થી હુમલો કરી ગૌપાલક ગાય છોડાવી ગયા
ઢોર પાર્ટીના ત્રણ કર્મચારીને ઈજા,વાહનોને નુકસાન, પથ્થર મારનાર ઈસમોની બાઈક ઢોરપાર્ટીએ કબજે લીધી સમા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ
શહેરમાં રખડતાં ઢોરો નિરંકુશ બન્યા છે રાજ્ય સરકારની કેટલ પોલીસીના અમલમાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ક્રિય જણાઇ છે. ઢોર પાર્ટીને પૂરતું રક્ષણ ન આપતાં અવારનવાર શહેરમાં ગૌપાલકો દાદાગીરી કરી પકડાયેલી ગાયો છોડાવી જતાં હોય છે ત્યારે કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગત રાત્રે શહેરના સમાં વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા તે દરમિયાન ગૌપાલક એક ઢોર ને છોડાવી ગયો હતો તે સમયે ઢોર પાર્ટી દ્વારા એક ગૌપાલક ને પકડી લીધો હતો તે દરમિયાન 4 થી 5 ગૌપાલકો આવીને ઢોર પાર્ટીની ગાડી પર પથ્થર મારો કર્યો હતો જેમાં ઢોરપાર્ટી ના કર્મીઓને ઇજા પહોંચી હતી જે અંગેની ઢોર પાર્ટી દ્વારા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.