શાળાનો વિદ્યાર્થી ગેરવર્તણૂક કરતો હોવાથી શિક્ષકે ઠપકો આપ્યો હતો
લુણાવાડાની પાંખી પ્રાથમિક શાળામાં ગેરવર્તણૂક કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઠપકો આપ્યો હતો. આથી, તેનુ ઉપરાણુ લઇ માતા – પિતા શાળાએ ધસી આવ્યા હતા અને શિક્ષકને મારમારી ધમકી આપી હતી. આ અંગે લુણાવાડા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.
લુણાવાડાની પાંખી પ્રાથમિક શાળામાં આસીસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતાં ગોસાઇ સુરેશગીરી 18મી માર્ચના રોજ સાંજના 4-30 કલાકે વાંચન, લેખન, ગણન મટીરીયલ્સ વહેચતાં હતાં. આ સમયે ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હાથમાંથી મટરીયલ્સ ઝુંટવી લઇ ગેરવર્તણૂક કરતો હતો. આથી, સુરેશગીરીએ તેને તેમ ન કરવા જણાવ્યું હતું. જોકે, આ અંગે વિદ્યાર્થીએ ઘરે ફરિયાદ કરતાં તેના વાલીએ સુરેશગીરીને ફોન કરી અપશબ્દ કહ્યાં હતાં. બાદમાં 19મી માર્ચના રોજ 10-30 કલાકે સુરેશગીરી શાળામાં હતાં તે સમયે વિદ્યાર્થીના વાલી અચાનક આવ્યાં હતાં અને ફેટ પકડી અપશબ્દ કહ્યાં હતાં. બાદમાં મારઝુડ કરવા લાગ્યાં હતાં. જોકે, આચાર્યએ વચ્ચે પડી છોડાવવાનો પ્રયત્ન કરતાં મારઝુડ ચાલુ રાખી હતી. બાદમાં ધમકી આપી જતાં રહ્યાં હતાં. આ ઉપરાંત વિદ્યાર્થીને જણાવ્યું હતું કે, કોઇ પણ શિક્ષક તને કંઇ પણ બોલે તો મોટો પથ્થર લઇ તેનું માથુ ફોડી નાંખી ઘરે આવતો રહેશે. તેમ કહી ઘરે જતાં રહ્યાં હતાં. અલબત્ત, આ ઘટના બાદ થોડા સમય પછી શાળાની ઓફિસમાં ભરવાડ કાનાભાઈ દેવાભાઈ નામનો શખ્સ ધસી આવ્યો હતો. આ શખ્સે અપશબ્દ બોલી સુરેશગીરીને મારમારવા લાગ્યો હતો. આ સમયે પણ આચાર્યા વચ્ચે પડતાં તેને પણ જોરથી ધક્કો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દ્રશ્ય જોઇ અન્ય બાળકો પણ ડરી ગયા હતા અને રડવા લાગ્યાં હતાં.
આ ઉપરાંત શાલામાં નાસભાગ મચી ગઈ હતી, ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ અંગે ગોસાઇ સુરેશગીરીએ લુણાવાડા પોલીસ મથકે કાના દેવા ભરવાડ અને માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લુણાવાડાની પાંખી પ્રાથમિક શાળાના શિક્ષકને વાલીએ અસહ્ય મારમાર્યો
By
Posted on