Vadodara

વડોદરા શહેર અકસ્માતોનું એપી સેન્ટર : શહેર – જીલ્લામાં દરરોજ સરેરાશ એકનું મોત  

ક્રેન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા મામેરું આપવા જતી મહિલાઓ ઈજાગ્રસ્ત

ભારે વાહનોને કારણે ત્રણથી વધુ વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા જિલ્લો અકસ્માતનું એપી સેન્ટર બની ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે સતત ભારદારી વાહનો તેમજ  ટ્રાફિક વિભાગની બેદરકારીના કારણે સતત અકસ્માતો નું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે માત્ર એક જ સપ્તાહમાં 15 થી વધુ અકસ્માત નોંધાયેલા જોવા મળ્યા છે જ્યારે અકસ્માત ના કારણે પાંચથી વધુ લોકોના મોત તેમજ મોટી સંખ્યામાં લોકોને કાયમી ખામી આવેલી જોવા મળી રહી છે ત્યારે આમ સરેરાશ દરરોજ એક નાગરિકનું મોત થતું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ વિવિધ વિસ્તારોમાં ચાર જેટલા અકસ્માતના બનાવ બનતા તમામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.

ક્રેન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા ૬ મહિલાઓ ઈજાગ્રસ્ત

મામેરું આપવા માટે આઇસરમાં બેસીને પરિવારની મહિલાઓ  ભાદરવા થી સાકરદા જતી હતી તે વખતે મોકસી ગામ પાસે પસાર થતી વખતે અચાનક ક્રેન આવી જતા આઈસર સાથે અથડાયું હતું જેને કારણે આઈસરનો ઉપરનો ભાગ મહિલાઓ પર પડ્યો હતો. જેને કારણે ગીતા બેન સોલંકી (ઉ.વ. ૩૩) , લીલા પરમાર (ઉ.વ. ૩૫) , ભાવનાબેન વાઘેલા (ઉ.વ. ૧૮) , કૈલાશબેન વાઘેલા (ઉ.વ. ૩૫) , મંજુલાબેન પરમાર (ઉ.વ.૪૦) અને જાગૃતિ વસાવા (ઉ.વ.૧૪) નાઓ ઈજાગ્રસ્ત થયા હતા.

અન્ય ત્રણ સ્થળોએ પણ ભારદારી વાહનોને કારણે અકસ્માત સર્જાયો

કપુરાઈ – ડભોઇ રોડ પર રહેતા રૂપલસિંહ સોલંકી (ઉ.વ. ૨૪) નાઓ ગત બપોરે ૪ વાગ્યાની આસપાસ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કપુરાઈ ઓવર બ્રીજ પર ટેન્કર ચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી. જ્યારે અન્ય બનાવમાં ઇટોલા ગામમાં રહેતા દંપતી પોતાની બાઈક લઈને જાંબુઆ બ્રીજ પર જઈ રહ્યા હતા ત્યારે બસ ચાલકે તેઓની સાથે અકસ્માત સર્જતા પંકજભાઈ પરમાર (ઉ.વ. ૨૪) અને તેમની પત્ની સુમિત્રા પરમાર (ઉ.વ. ૨૩) નાઓને ગંભીર ઇજા પહોચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક બનાવમાં એસ.આર.પી. જવાન તરીકે ફરજ બજાવતા જીગ્નેશ અજમેરા બાઈક લઈને જયરત્ન બિલ્ડીંગ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન એક એકટીવા ચાલકે તેઓને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોચી હતી.

Most Popular

To Top