મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની આ સિઝનમાં તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ અને મડગાંવ વચ્ચે વાયા વસઈ રોડ પર ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી યાદી મુજબ ટ્રેન નંબર 09412/09411 અમદાવાદ-મડગાંવ સ્પેશિયલ ટ્રેન (વાયા- વસઈ રોડ) [4 ટ્રીપ્સ ], ટ્રેન નંબર 09412 અમદાવાદ-મડગાંવ સ્પેશિયલ અમદાવાદથી 19 અને 26 માર્ચ, 2024ના રોજ 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે મડગાંવ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09411 મડગાંવ-અમદાવાદ સ્પેશિયલ 20 અને 27 માર્ચ, 2024ના રોજ મડગાંવથી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અદાવલી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી ખાતે બંને દિશામાં ઉભી રહેશે. સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ અને કરમાલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.ટ્રેન નંબર 09412 નું બુકિંગ 8 માર્ચ, 2024 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.