નવી દિલ્હી: લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) ઈન્ટેલિજન્સના (Intelligence) 70 વર્ષીય ચીફ આઝમ ચીમાનું (Azam Cheema) પાકિસ્તાનના (Pakistan) ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી (Heart attack) મોત નીપજ્યુ છે. ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો.
ચીમાનું મૃત્યુ એ સમયે થયું છે જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ઘણા મહત્વના આતંકવાદીઓના રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે. તેમજ પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના અનેક ઓપરેટિવ્સની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ ભારતે આ આરોપોને સંપૂર્ણ પણે ફગાવી દીધા છે.
ચીમાએ મુંબઈ હુમલાની યોજના બનાવી હતી
ચીમાએ 2008માં બહાવલપુરમાં લશ્કર કમાન્ડર તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેને ઝકી-ઉર-રહેમાન-લખવીના ઓપરેશન સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ વર્ષે તેણે મુંબઈમાં હુમલો કરવાની યોજના બનાવી અને તેને ખૂબ સારી રીતે અંજામ આપ્યો હતો.
પાકિસ્તાની દાવાઓનો પર્દાફાશ
ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. ભારતીય એજન્સીઓ માટે ચીમાના મૃત્યુના સમાચાર માત્ર પાકિસ્તાનમાં આતંકવાદીની હાજરીની પુષ્ટિ જ નથી કરતા, પરંતુ તે ઈસ્લામાબાદના જૂઠાણાને પણ છતી કરે છે કે તે પાકિસ્તાનમાં નથી.
ચીમા લશ્કરનો કમાન્ડર હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર 2000ના દાયકાની શરૂઆતથી ચીમા તેની પત્ની અને બે બાળકો સાથે પાકિસ્તાનના બહાવલપુરમાં રહેતો હતો. તે ઘણીવાર છ અંગરક્ષકો સાથે લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. ચીમા 2008 થી પાકિસ્તાનના બહાવલપુરમાં એલઈટી કમાન્ડર તરીકે ફરજ બજાવતો હતો. તે એલઈટીના વરિષ્ઠ કાર્યકારી ઝકી-ઉર-રહેમાન લખવીના ઓપરેશનલ સલાહકાર તરીકે નિયુક્ત થયો હતો.
પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની ગયું
આગાઉ ભારતે કહ્યું હતુ કે માર્યા ગયેલા આતંકવાદીઓની કોઈ યાદી બનાવી નથી. જો આવી યાદી બની હોત તો હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહરની સાથે ચીમા ટોપ પર હોત. ચીમા 26/11ના મુંબઈ હુમલા અને જુલાઈ 2006માં મુંબઈમાં થયેલા ટ્રેન બોમ્બ ધડાકા તેમજ અન્ય કેટલાક આતંકવાદી હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો. ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની રહ્યું છે. પરંતુ પાકિસ્તાન વારંવાર આ વાતને નકારી રહ્યું છે.