નવજીવન સામે તુલસિવિલા લાઈફ સિટીના બિલ્ડરની બેદરકારીનો ભોગ ત્રણ વર્ષનું બાળક બન્યું
પ્રાંતિજનાં શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકનું પાણી ભરેલા તળાવમાં ડૂબી જવાથી મોત થયું
ગોધરા રોડ પર હાલોલ નવજીવન સામે બાંધકામ સાઇડમાં પાણી ભરેલા તળાવમાં આદિવાસી મજૂર પરિવારનો ત્રણ વર્ષનો બાળક ડૂબી ગયો હતો.
નવજીવન હોટલની સામે આકાર લઈ રહેલા “તુલસી વિલા લાઈફ સિટી” પ્રોજેક્ટમાં એક શ્રમજીવી પરિવાર બિલ્ડરની બેદરકારીનો ભોગ બન્યો છે. ઉપર ખોદેલા મોટા ખાડામાં ભરાયેલા પાણીમાં પડી જતાં બાળકનું મોત થયું છે. બાંધકામના સ્થળે ગઈકાલે મધ્યપ્રદેશથી કડિયા કામ અર્થે આવેલા એક શ્રમિક પરિવારે એક બાળક ગુમાવ્યું છે.
આજે સવારે ‘તુલસી વિલા લાઈફ સિટી’ના બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક મજૂરના 5 વર્ષના બાળકનું અકસ્માતે મોત થયું હતું. આ પરિવાર ગઈકાલે અહીં મજૂરી કામ કરવા આવ્યો હતો.
બાંધકામ સાઈટ પર બિલ્ડર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાંમાં પાણી ભરાઈ ગયું હતું અને એક બાળક તેમાં પડી જતાં તે ઘણું પાણી પી ગયું હતું. ત્યાં હાજર સુપરવાઈઝર દોડી જઈ સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા પરંતુ બાળકનું મોત થયું હતું.
બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેના મોતના સમાચાર મળતા તેના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાં કામ કરતા માતા અને અન્ય શ્રમિક પણ હોસ્પિટલમાં દોડી ગયા હતાં
હાલોલમાં બિલ્ડરે ખોદેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં બાળકનું મોત
By
Posted on