National

રામપુરની કોર્ટે પૂર્વ સાંસદ જયા પ્રદાને ભાગેડુ જાહેર કરી, ધરપકડનો આદેશ

રામપુર: યુપીના (UP) રામપુરથી (Rampur) એક મોટા સમાચાર સામે આવ્યા છે. રામપુરના ભૂતપૂર્વ સાંસદ (Former MP) અને અભિનેત્રી જયા પ્રદાને (Jaya prada) મંગળવારે સ્થાનિક સાંસદ-ધારાસભ્ય અદાલતે ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનના કેસમાં સતત ગેરહાજર રહેવાને કારણે ફરાર જાહેર કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોર્ટે પોલીસને જયા પ્રદાની ધરપકડ કરીને 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ MP/MLA કોર્ટના વરિષ્ઠ પ્રોસિક્યુશન ઓફિસર અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે, “ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ 2019માં ચૂંટણી સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો. હવે તેમને CrPCની કલમ 82 હેઠળ આ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો
પ્રોસિક્યુશન ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે તેમની સામે CrPC ની કલમ 82 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં અધિકારક્ષેત્રના અધિકારી હેઠળ એક ટીમ બનાવવાનો અને નિર્ધારિત તારીખે તેમની હાજરી સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અને સાંસદ ઉપર બે કેસો દાખલ થયા હતા. જયાપ્રદા વિરુદ્ધ રામપુરમાં નોંધાયેલ મુજબ, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર હતા ત્યારે આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપ લગાવાયા હતા. જેની સુનાવણી રામપુરની વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ચાલી રહી છે.

તમામ મોબાઈલ નંબર પણ બંધ
અમરનાથ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગ સંબંધિત બે કેસ જયાપ્રદા વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા. આ મામલામાં વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે અનેક વખત સમન્સ જારી કર્યા હતા. પરંતુ પૂર્વ સાંસદ હાજર થયા ન હતા. તેમના કહેવા પ્રમાણે ત્યારપછી અલગ-અલગ તારીખે તેમની સામે 7 વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ તેમને હાજર કરી શકી ન હતી. પોલીસે કોર્ટમાં દાખલ કરેલા તેમના જવાબમાં કહ્યું કે જયાપ્રદા પોતાની સુરક્ષા કરી રહી છે અને તેના તમામ જાણીતા મોબાઈલ નંબર પણ બંધ છે.

એસપીને આદેશો આપ્યા છે
સમગ્ર મામલે જજ શોભિત બંસલે કડક વલણ અપનાવ્યું અને જયાપ્રદાને ફરાર જાહેર કરી હતી. કોર્ટે રામપુર એસપીને પોલીસ અધિકારીના નેતૃત્વમાં એક ટીમ બનાવવા અને જયાપ્રદાની ધરપકડ કરવા અને સુનાવણીની આગામી તારીખ 6 માર્ચે તેણીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.

Most Popular

To Top