Vadodara

વર્ષ 2024-25 ના સત્રથી ધો.9 થી 12 ના શિક્ષકો માટે TET ફરજિયાત

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને નવા નિયમોની દરખાસ્ત કરી

અત્યાર સુધી શાળાઓમાં ધોરણ એક થી આઠ સુધી ભણાવતા શિક્ષકો માટે જ ટેટ ફરજિયાત હતું આ સિસ્ટમ કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને શિક્ષકોની ભરતી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. જેમાં નિયમ મુજબ માધ્યમિક સ્તર ધો.9 થી 12 પર ટેટ ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ટીચર એલિજીબિલીટી ટેસ્ટ એટલે ટેટ પર ચર્ચા કરવા માટે એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કાઉન્સિલે કર્યું હતું. શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકોએ પણ ટેટ આપવી પડશે. જે નિયમ આગામી શિક્ષણક્ષેત્ર વર્ષ 2024 – 25 થી લાગુ થશે. અત્યાર સુધીમાં શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ આઠ સુધી ભણાવતા શિક્ષકો માટે ટેટ ફરજિયાત હતું. હાલમાં સિસ્ટમ કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. જેને રાજ્યો પણ અપનાવી શકે છે. એનસીટીઇના સચિવે શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્ર થી યોજવા અંગે જણાવ્યું છે કે આ દિશામાં ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શાળાઓમાં ધોરણ 9 થી 12 ભણાવતા શિક્ષકો માટે આ ફરજિયાત ન હતું. જ્યારે અધ્યક્ષે જણાવ્યું હતું કે માર્ક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શિક્ષણ પ્રણાલીનું ધ્યાન વિદ્યાર્થીઓના વિકાસ અને મૂલ્યો પર હોવું જોઈએ. જે ત્યારે શક્ય બને છે જ્યારે તેમને ભણાવતા શિક્ષકો આ સમજ ધરાવતા હોય.

શિક્ષકોની ગુણવત્તામાં સુધારો થવાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ સુધારો થશે

TET ની પરીક્ષા પાસ કરવા માટે શિક્ષકોએ નિશ્ચિત શૈક્ષણિક કુશળતા અને જ્ઞાન ધરાવવું જરૂરી છે. આનાથી ધો.9 થી 12 ના શિક્ષકોમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તામાં સુધારો થશે.TET એક રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા હોવાથી, શિક્ષણના ધોરણોમાં સુધારો અને રાજ્યોમાં શિક્ષણનું ધોરણીકરણ થશે.શિક્ષકોની ગુણવત્તામાં સુધારો થવાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ સુધારો થશે.TET દ્વારા શિક્ષક ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને યોગ્ય બનશે. હાલમાં, TET ની ફરજિયાતતા કેન્દ્રીય સ્તરે લાગુ કરાયેલી સિસ્ટમ છે. રાજ્યો આ સિસ્ટમને અપનાવવાનું નક્કી કરી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં સુધારો લાવવા માટે રાજ્યો દ્વારા TET ની ફરજિયાતતા અપનાવવી એ યોગ્ય પગલું ગણી શકાય : પરેશ શાહ, આચાર્ય , જય અંબે વિદ્યાલય હરણી

નકારાત્મક અસર :

શિક્ષકોની ટકાવારીમાં ઘટાડો : TET ની પરીક્ષા મુશ્કેલ હોવાથી, શિક્ષકોની ટકાવારીમાં ઘટાડો થઈ શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની અછત : ગ્રામીણ વિસ્તારોમાં TET ની પરીક્ષા પાસ કરેલા શિક્ષકોની અછત હોઈ શકે છે.

ખાનગી શાળાઓ પર ભારણ : TET ની ફરજિયાતતાને કારણે ખાનગી શાળાઓ પર ભારણ વધી શકે છે કારણ કે તેમણે TET પાસ કરેલા શિક્ષકોની ભરતી કરવી પડશે

Most Popular

To Top