Vadodara

નિવૃત્ત વૃદ્ધ શિક્ષિકાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠીયા રફુચક્કર

શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય

ન્યુ સમા વિસ્તારમાં રહેતા વૃદ્ધા પરિવાર સાથે છાણી વિસ્તારના શોરૂમમાં નવી કાર ખરીદવા ગયા હતા.

શહેરમાં ફરી ચાલુ બાઈક પર ચેન્જ સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય બની છે. છાણી વિસ્તારમાં નિવૃત વૃદ્ધ શિક્ષિકાના ગળામાંથી 42 હજારની સોનાની ચેન તોડી બાઇક સવાર ગઠીયા ફરાર થઈ ગયા હતા. વૃદ્ધા શોરૂમમાં પરિવાર સાથે નવી કાર લેવા માટે ગયા હતા. કારમાં બેસતી વેળા વૃદ્ધાના ગળામાંથી બાઈક સવાર પૈકી પાછળ બેઠેલા ગઠીયાએ સોનાની ચેન તોડી છાણી કેનાલ તરફ ભાગી ગયા હતા. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે બાઈક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
શહેરના ન્યુ સમા રોડ પર ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહેતા વસંતાબેન ભાસ્કરન શિક્ષક તરીકે વર્ષ 2000માં નિવૃત થયા બાદ પુત્ર ગીરીશ ભાસ્કરન સાથે રહે છે. વૃદ્ધા તેમના પરિવાર સાથે ઘરેથી કારમાં બેસીને છાણી જકાતનાકા ખાતે હ્યુન્ડાઈ ડાઉન ટાઉન શોરૂમમાં નવી કાર ખરીદવા માટે આવ્યા હતા. કાર બહાર રોડ ઉપર પાર્ક કરી શોર રૂમમાં ગયા હતા અને ગાડી પસંદ કરી પરત શો-રૂમમાંથી ઘરે જવા માટે નીકળી કાર પાસે આવ્યાં હતા. તેઓ કારમાં બેસવા જતા હતા તે દરમિયાન છાણી જકાતનાકા તરફથી એક બાઈક પર ડબલ સવારી શખ્સો આવ્યા હતા અને વૃદ્ધાએ પેહરેલી પેન્ડલવાળી સોનાની ચેન ચાલુ બાઈક પર પાછળ બેસેલા ગઠિયાએ ગળામાથી તોડી છાણી કેનાલ તરફ પુરઝડપે ભાગી ગયા હતા. વૃદ્ધાએ 35 ગ્રામની 42 હજારની સોનાની ચેન લઇને ફરાર થઈ ગયેલા બે ગઠીયા સામે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

Most Popular

To Top