Vadodara

વડોદરા મહાનગર પાલિકા દ્વારા રાત્રિ બજારની તમામ દુકાન ધારકોને નોટિસ પાઠવી બંધ રાખવા આદેશ

  • પાલિકાની શરતો અને ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનોના અભાવે નોટિસ આપવામાં આવી.
  • પાલિકાની જમીન મિલકત શાખા દ્વારા આદેશ કરાયો.

(પ્રતિનિધિ) વડોદરા, તા. 27

વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારના તમામ વેપારીઓને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને આ બજાર બંધ કરવા માટેની તાકાત કરવામાં આવી છે વેપારીઓ દ્વારા શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવી આ નોટિસ બજાવવામાં આવી છે.કરીલે બાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારના વેપારીઓ પાસે ફાયર સેફટી સહિતના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં આ શરત ચૂક બહાર આવતા પાલિકા દ્વારા તમામ વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે દુકાનો બંધ કરી દેવા સૂચના આપવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે દરેક દુકાનદારોને ત્રણ વર્ષ માટે આ દુકાનો ફાળવવામાં આવી છે પરંતુ તેમાં જે શરતો મૂકવામાં આવી હતી તેનો ભંગ કરવામાં આવ્યો છે અને તેના કારણે જો અકસ્માત કે હોનારત થાય તો તે માટે જવાબદાર કોણ? ત્યારે પાલિકા દ્વારા આ તમામ વેપારીઓને નોટિસ પાઠવી દુકાનો બંધ કરવા માટે સૂચના આપવામાં આવ્યું છે જ્યાં સુધી આ શરતોનું પાલન ન થાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા માટેની તાકીદ કરવામાં આવી છે આ અંગે મહાનગરપાલિકાના જમીન મિલકત શાખાના અધિકારી વિક્રમ વસાવા એ જણાવ્યું હતું કે ફાયર સેફટી સહિતની શરતોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું જેથી આ તમામ દુકાનદારોને નોટિસ આપે વેપાર બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે હવે રાત્રી બજારના વેપારીઓ આ સૂચનાનું પાલન ક્યાં સુધી કરે છે તે એક પ્રશ્ન છે.

Most Popular

To Top