SURAT

પતંગ પકડવા જતાં ડભોલી ગામનો યુવક 30 ફૂટ ઉપરથી નીચે પટકાયો

સુરત: પતંગ (Kite) પકડવા જતાં ડભોલી ગામનો યુવક 30 ફૂટ ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital Surat) ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉજાગ્રસ્ત પતંગ પકડવા માટે ઘર (Home) પાસે આવેલા મંદિરની (Temple) ઉપર ચડી ગયો હતો. ત્યાર બાદ અચાનક બેલેેન્સ બગળતા નીચે જમીન ઉપર પટકાયો હતો.

મળેલી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની 20 વર્ષીય રોહન રામેશ્વર વાનખેડે માતા તેમજ બે બહેન સાથે ડભોલીગામ ભવાનીનગર સોસાયટીમાં રહે છે. રોહન અભ્યાસ છોડીને ઘરે જ બેસી રહેતો હતો. સોમવારે સાંજે રોહન ઘરની પાસે પતંગ પકડી રહ્યો હતો. દરમિયાન તે પતંગ પકડવા માટે ઘરની પાસે BRTS બસ સ્ટેન્ડની બાજુમાં એક મંદિર ઉપર ચડી ગયો હતો. ત્યારે રોહન આશરે 30 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. હાલ રોહનની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.

પતિ સાથે બાઇક ઉપર ઘરે આવતી અમરોલીની મહિલાને પતંગના દોરાથી ઈજા
મળેલી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં ગણેશપુરામાં 32 વર્ષિય અમિતાબેન અજયભાઈ રબારી પરિવાર સાથે રહે છે. અમિતાબેન પતિ સાથે બાઇક ઉપર ઘરે આવી રહી હતી. તે દરમિયાન અમરોલી નવો બ્રિજ ઉતરતી વખતે પતંગની દોરી વચ્ચે આવી ગઈ હતી. જેથી અમિતાબેનના હાથ ઉપર ગંભીર ઈજા તેમજ ગળા ઉપર સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યાર બાદ અજયભાઈ અમિતાબેનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમિતાબેનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

અગાઉ 31ની ડિસેમ્બરે પતંગના દોરાથી સચિનના સાતવલ્લા બ્રિજ ઉપર યુવકનું ગળું કપાયુ હતું
ઘટનાના પીડિત યુવકે જણાવ્યું હતું કે જ્યારે તે નવસારીથી નવાગામ જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જ્યારે તે સચિનના સારવલ્લા હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે નજર સામે પતંગનો દોરો દેખાતા જ બ્રેક મારી દીધી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. તેમજ મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે યુવકના ગળા ઉપર 5 સે.મી. લાંબો ચીરો હતો. પરંતુ ઘા વધુ ઊંડો ન હોવાથી યુવકનો જીવ બચી ગયો હતો.

Most Popular

To Top