Gujarat

પંચધાતુથી રામલલા માટે અમદાવાદમાં બનાવાયું 11.5 કિલોનું અજય બાણ, જાણો મહિમા…

અમદાવાદ: આગામી 22 તારિખે રામમંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ (Function) યોજાનાર છે. ત્યારે અમદાવાદ તરફથી રામલલાને અજય બાણની (AjayBaan) ખાસ ભેટ (Gift) મળશે. અમદાવાદ તરફથી શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા પ્રેરિત, અમદાવાદના જય ભોલે ગ્રુપે પૌરાણિક શાસ્ત્રોમાં (Mythology) વર્ણવ્યા મુજબ અજય બાણની પ્રતિકૃતિ બનાવી છે. જેને અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરમાં સ્થાપિત (Established) કરવામાં આવશે. આ બાણની શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવામાં આવી છે.

પૌરાણિક કથાઓમાં છે અજય બાણનું વર્ણન
પૌરાણિક કથાઓ અનુસાર શક્તિપીઠ અંબાજીને અજય બાણ સાથે અનોખો સંબંધ છે. તેમજ આ વાતનો ઉલ્લેખ પૌરાણિક કથઅઓમાં કરવામાં આવ્યો છે. કથઅ મુજબ જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ઋષિ શ્રીંગીને મળ્યા ત્યારે તેમણે ભગવાન શ્રી રામને આદ્યશક્તિ માની પૂજા કરીને અંબાને પ્રસન્ન કરવા કહ્યું હતું. ત્યાર બાદ ભગવાન શ્રી રામે પૂજા કરી હતી. તેમજ માતા અંબા પ્રસન્ન થયા હતા અને માતાએ શ્રી રામને વરદાન રૂપે અજય બાણ આપ્યું હતું.

આ જ બાણથી શ્રીરામે રાવણનું વધ કર્યું હતું
ભગવાન શ્રી રામે આ અજય બાણથી દશાસન રાવણનું વધ કર્યું હતુ. તેમજ માતાજીની આરતીમાં પણ અજય બાણથી રાવણનો વધ કરવાનો ઉલ્લેખ જોવા મળે છે. અજય બાણની પ્રતિકૃતિ તૈયાર કરનાર જય ભોલે ગ્રુપના સ્થાપક દીપેશ પટેલે જણાવ્યું હતું કે, ‘ત્રેતાયુગમાં માતા અંબાએ ભગવાન શ્રી રામને અજય બાણ આપ્યું હતું, અને આ જ બાણથી રાવણનું વધ કરવામાં આવ્યું હતું.’

અજય બાણ:
11.5 કિલો વજનના આ બાણને બનાવવામાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની લંબાઈ 5 ફૂટ છે. આ અજય બાણ અમદાવાદની ફેક્ટરીમાં રૂ. 5 લાખના ખર્ચે 5 દિવસની મહેનત બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે.

10મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ મંદિરમાં આ અજય બાણ ચઢાવવામાં આવશે. તેમજ શ્રી રામ ભક્તોની ભક્તિ અને આસ્થાને ધ્યાનમાં રાખીને 7મી જાન્યુઆરી સુધી અજય બાણના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર બાદ 8 જાન્યુઆરીએ આ અજય બાણ અમદાવાદથી અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અર્પણ કરવા માટે રવાના થશે. જ્યા વિધીવત રીતે આ બાણ શ્રીરામ ભગવાનને અર્પણ કરવામાં આવશે.

Most Popular

To Top