Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચમાં હરાવ્યું, આઠ વિકેટે મેળવી જીત

મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું (Indian Women Cricket Team) ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ઈંગ્લેન્ડ (England) બાદ હવે તેણે ઓસ્ટ્રેલિયા (Australia) સામે પણ જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર ટેસ્ટ મેચમાં (Test Match) કાંગારૂ ટીમને આઠ વિકેટે હરાવ્યું (Defeated) હતું. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે 406 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 219 રન બનાવ્યા હતા. આ સાથે જ મોટી લીડ મેળવી ભારતીય મહિલા ખેલાડીઓએ મુંબઇમાં યોજાયેલી આ મેચમાં જીત (Win) હાંસલ કરી હતી.

બીજી ઇનિંગમાં ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 38 રન બનાવી નોટ આઉટ રહી હતી. તેમજ રિચા અંજનાએ 13 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સ 12 રન બનાવીને નોટ આઉટ રહી હતી. ત્યારે શેફાલી વર્મા માત્ર ચાર રન બનાવી શકી હતી. તેમજ ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એશ્લે ગાર્ડનરે ભારતની એક-એક વિકેટ લીધી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતને પહેલી જીત મળી છે. બંને ટીમો વચ્ચે 1977થી અત્યાર સુધી 11 ટેસ્ટ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયા ચાર મેચ જીત્યું છે. છ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ અને હવે ભારતને એક જીત મળી છે.

સ્નેહ રાણા બની પ્લેયર ઓફ ધ મેચ
ભારતની અનુભવી ખેલાડી સ્નેહ રાણાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી. મેચમાં સ્નેહે પ્રથમ ઇનિંગમાં ત્રણ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. બેટિંગમાં તેણીએ પ્રથમ ઇનિંગમાં 9 રન બનાવ્યા હતા. દરમિયાન તેણી 57 બોલ રમી હતી. તેમજ સ્મૃતિ મંધાનાને ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં બીજી વિકેટ માટે સ્મૃતિ સાથે 50 રનની ભાગીદારી નોંધાવી હતી.

પ્રથમ ઇનિંગમાં બંન્ને ટીમોનું પ્રદર્શન
પ્રથમ ઇનિંગમાં ભારતે 406 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 219 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઇનિંગમાં 187 રનની લીડ મળી હતી. ભારત માટે પ્રથમ ઇનિંગમાં દીપ્તિ શર્માએ 78 રન, સ્મૃતિ મંધાનાએ 74 રન, જેમિમાહ રોડ્રિગ્સે 73 રન અને રિચા ઘોષે 52 રન બનાવ્યા હતા. તેમજ ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે ચાર અને સ્નેહ રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ઇનિંગમાં તાહિલા મેકગ્રાએ 50 અને બેથ મૂનીએ 40 રન બનાવ્યા હતા.

Most Popular

To Top