SURAT

સુરત: નાનપુરામાં માનસિક તણાવના કારણે B.COMની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું

સુરત: સુરતમાં અવારનવાર આત્મહત્યાના (Suicide) બનાવો બનતા રહે છે. ચાર દિવસ પહેલાં જ એક પરિવારે (Family) સામૂહિક આપઘાત (Suicide) કર્યો હતો. ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના નાનપુરા (Nanpura) વિસ્તારમાં FY.B.Comની વિદ્યાર્થીનીએ (Student) પોતાને રૂમમાં કેદ કરી માનસિક તણાવના કારણે (Depression) ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા અઠવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નાનપુરા બાર હજારી મહોલ્લામાં FY.B.Comની વિદ્યાર્થીનીએ રૂમમાં ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. એકની એક દીકરીના અંતિમ પગલાંના વિષયમાં પિતા એ કહ્યું હતું કે 4 તારીખથી દિકરીની પરીક્ષા શરુ થવાની હતી. જેથી તે માનસિક તણાવમાં રહેતી હતી. જ્યારે માતા પરિવારને ચા-નાસ્તો કરાવી રહી હતી ત્યારે યશસ્વીએ આવું પગલું ભર્યું હતું.

આ મામલે પોલીસે જણાવ્યુ હતું કે ઘટના નાનપુરા બારા હજારી મહોલ્લામાં સંજયભાઈ ભગતના ઘરમાં બની હતી. એમની 19 વર્ષીય દીકરીએ બુધવારે સવારે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસે સ્થળની વિઝિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંજયભાઈ (વિદ્યાર્થીનીના પિતા)એ જણાવ્યું હતું કે યશસ્વી તેમની એકની એક દીકરી હતી. વેસુની કોલેજમાં FY B COMમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા ખુબ નજીક હતી અન 4 તારીખથી શરુ થનાર પરીક્ષાનું તણાવ હતું. જેથી માનસિક તણાવમાં આવી દિકરીએ આવું પગલું ભર્યું હોય એમ કહી શકાય છે. યશસ્વીને એક નાનો ભાઈ છે. પિતા કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરે છે.

ચાર દિવસ પહેલાંજ સુરતમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો
સુરતમાં પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી આવેલા મનીષ સોલંકી ફર્નિચરનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 પુત્ર, પત્ની અને વૃદ્ધ માતા-પિતા એ કોઈ પ્રવાહી પીવાના લીધે મૃત્યુ પામ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.

Most Popular

To Top