સુરત: સુરતમાં (Surat) અકલ્પનીય ઘટના બની છે. 108ના તબીબોઓએ સુરતના એરપોર્ટની (Air Port) સામે એક મહિલાની વિકરાળ પરીસ્થિતીમાં પ્રસૂતિ (Childbirth) કરાવી હતી. ઘટનાનો વીડિયો (Video) ખુબ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે. ત્યારે સુરતનાં 108ના તબીબો દ્વારા માતા અને બાળકીને સ્વસ્થ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત એરપોર્ટ બહાર જાહેર રસ્તા ઉપર 108ના કર્મચારીઓએ મહિલાની પ્રસુતિ કરાવી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. 108ના કર્મચારીઓએ સગર્ભાને સાડી અને ચાદરની આડસ બનાવીને ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ મહિલા બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
108ના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સગર્ભા રૂપાબેન રાઠોડ ડુમ્મસના હળપતિ વાસના રહેવાસી હતા. તેમજ મહિલાને 9 મહિનાનો ગર્ભ હતો. પ્રસુતિની પીડા શરૂ થઈ જતા ઇકો કારમાં હોસ્પિટલ લઈ જવાઇ રહ્યા હતા. ડુમ્મસ એરપોર્ટ બહાર પ્રસૂતિની પીડા વધી જતાં 108ને જાણ કરવામાં આવી હતી.
સગર્ભા મહિલાની તકલીફ વધી જતાં તાત્કાલિક પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. એરપોર્ટ બહાર જ સગર્ભા મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને 108માં લઇ જવાનો પણ સમય ન હોવાથી જાહેર રસ્તા પર જ તેની પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. પ્રસુતિ બાદ મહિલા અને બાળક સ્વસ્થ હતા. માતા અને બાળકીને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
સુરતમાં 100 કલાકના નવજાત શિશુના અંગોનું દાન
મૂળ આણંદના બોરસદ તાલુકાના દેદેડાના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્ત સ્ત્રાવ વધતાં તેમની પ્રસૂતિ સિઝેરીયન કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેંત કોઈ હલનચલન કરતું ન હતું. તેમજ જન્મ બાદ રડ્યું પણ નહતું.
ત્યાર બાદ તાત્કાલિક કતારગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું હતું જ્યાંના તબીબ ડૉ. દર્શન ધોળકિયાએ શિશુનો જીવ બચાવવા માટે ઇન્ટુબેશન કરીને ધબકારા નોર્મલ કર્યા હતા. પરંતુ 48 કલાક બાદ પણ બાળકમાં કોઈ ન્યુરોલોજીકલ ઈમ્પૃવમેન્ટ નહીં જણાતા બાળકોના મગજના નિષ્ણાંત ડૉ.મયંક દેત્રોજાએ તપાસી બાળકને બ્રેઇનડેડ જાહેર કર્યું હતું. તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બાળકનાં માતા-પિતાએ બાળકના અંગોનું દાન કરવાનો મોટો નિર્ણય લીધો હતો. જેનાથી પાંચ બાળકોને નવું જીવનદાન મળ્યુ હતું.