SURAT

ડેટા એન્ટ્રીનું કામ કરી તગડી કમાણી કરવાની લાલચ આપી લોકોને છેતરતી ટોળકી સુરતમાંથી પકડાઈ

સુરત: લોકોને છેતરતી ટોળકીને (Fraud) ઝડપી પાડવામાં ચોક બજાર પોલીસને સફળતા મળી છે. સિંગણપોર (Singanpor) નજીક કંથરીયા હનુમાનજી દાદા મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કે]ના (Silverstone arked) પહેલા માળેથી કોલ સેન્ટર ઝડપાયું હતું. પોલીસે દરોડા (Raid) પાડી કોલ સેન્ટરના સંચાલક સહિત 11 જણાની ધરપકડ (Arrested) કરી હતી.

આરોપીઓ ગ્રાહકોને ડેટા ઍન્ટ્રીને (Data Entry) લગતા કામના બહાને કમિશન આપવાની વાત કરતાં હતાં અને કોન્ટ્રાકટ (Contract) કરી છેતરતાં હોવાનું સામે આવ્યું છે. વધુમાં પોલીસે એક યુવતીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, આરોપીઓ ગ્રાહકોને ટેડા એન્ટ્રીને લગતા કામમાં 90 ટકાથી વધુ નફો આવે તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરતાં હતાં અને 90 ટકાથી ઓછું કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટીની વસુલાત કરતાં હતાં. આ રીતના કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા એન્ટ્રીનું કામ 80 થી 85 ટકા થાય તે રીતની ગોઠવણ કરતી હતી.

ત્યાર બાદ ગ્રાહકોને કોન્ટ્રાકટ ભંગ અંગે પોલીસ અથવા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે રૂપિયા 6500ની વસુલાત કરતી હતી. આ રીતે આરોપીઓ કોલ સેન્ટર ચલાવતા હતા. પોલીસે ટોળકીની ધરપકડ કરી વકીલ તરીકે વાત કરનાર નિશા નામની યુવતીને વોન્ટેડ જાહેર કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે સિંગણપોર કોઝવે રોડ કંથારીયા હનુમાનજીદાદા મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેડના પહેલા માળે ચાલતા એક કોલ સેંટરને ઝડપી પાડવામાં આવ્યુ છે. આ કોલ સેન્ટર પહેલા માળે એક ઓફીસમાં ચલાવવામાં આવતું હતું જેમાં રેડ પાડી આટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ આરોપીઓ પકડાયા

  • કોલ સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ ઘાનીવાલા (રહે ગેલેક્ષી ઍપાર્ટમેન્ટ રાંદેર)
  • દિપીકા નવલ પટેલ (રહે લાયા ફળીયા આભા ગામ) તેમજ કોલ સેન્ટરમાં કામ કરતા
  • કૌશીક હરેશ પંડ્યા (રહે સ્વામીનારાયણ ઍપાટ૪મેન્ટ રાંદેર)
  • નિરજકુમાર સુરેશ પટેલ (રહે કુવાડ ગામ ઓલપાડ)
  • રાહુલ દાનજી વાઢે૨ (રહે રેહમતનગર સોસાયટી વેડરોડ પંડોળ)
  • આસીફ મોહમદ મુસ્લીમ મંસુરી (રહે કોસાડ આવાસ)
  • યાસ્મીન સમત જમાદાર (રહે અમી રો હાઉસ રાંદેર)
  • વિશ્વા હરીવદન મૌસુરીયા (રહે હનીપાર્ક મુક્તાનંદ સોસાયટી અડાજણ)
  • આરતી યશ ગુજ્જર (રહે રોયલ રેસીડેન્સી કામરેજ)
  • પ્રીતી બીજય સિંગ (રહે તેરેનામ સોસાયટી પાંડેસરા)

વોન્ટેડ આરોપી: પોલીસે નિશા નામની યુવતીને વોંટેડ જાહેર કરી હતી.

Most Popular

To Top