સુરત: સુરતમાં અવરનવાર અકસ્માતની (Accident) ઘટનાઓ સામે આવે છે ત્યારે આવી જ એક ઘટના ઓલપાડમાં (Olpad) બની હતી. સુરતના ઓલપાડમાંથી (Olpad) અકસ્માત (Accident) બાદ મોતના (Died) સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર તારીખ 16ના રોજ બે મિત્રો (Friends) કતારગામથી (Katargam) સાંધીયેર (Sandhiyer) ગામ જવા નીકળ્યા હતા. દરમિયાન બાઇક (Bike) ટ્રેક્ટરની (Tractor) અડફેટે આવતા અકસ્માત (Accident) સર્જાયો હતો. બંને મિત્રોને (Friends) સિવિલ (Surat New Civil Hospital) ખસેડાયા હતા જેમાંથી એક મિત્રનું ગતરાત્રિએ અવસાન (Death) થયું છે.
મળતી માહીતી અનુસાર, ઓલપાડના કટારા અને સાંધીયેર ગામ વચ્ચે ટ્રેકટરની અડફેટે આવેલા બાઇક સવાર બે મિત્રો પૈકી એકનું ગઇકાલે મધરાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. મૃતક 28 વર્ષીય લાલુ લલ્લુભાઇ રાઠોડ હતો જે ખેતરમાં મજૂરી કામ કરતો હતો. તારીખ 16 ઓક્ટોબરના રોજ લાલુ મિત્ર સાથે બાઈક પર સાંધીયેર ગામ જવા નીકળ્યો હતો. આ દરિયાન ટ્રેકટરની અડફેટે આવતા ઘવાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે લાલુ લલ્લુભાઇ રાઠોડ 28 વર્ષનો હતો. ઓલપાડ અને જહાંગીરપુરા વચ્ચે આવેલા કટારા ગામના હડપતિવાસનો રહેવાસી હતો. માતા-પિતાના અવસાન બાદ ભાઈ-બહેન જ એનું પરિવાર હતું. લગ્ન બાદ પત્ની અને એક દીકરો તેના પરિવાર હતા. ત્યારબાદ હાલ જ બે મહિના પહેલા લાલુના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. 16મી ઓક્ટોબરના રોજ લાલુ ઘરેથી સાંધીયેર ગામ જવા નીકળ્યો હતો. ત્યારે ટ્રેક્ટરે અડફેટે લેતા બન્ને મિત્રો ઘવાયા હતા. ત્યારબાદ બંનેને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાલુનું શુક્રવારની રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મિત્રને સારવાર બાદ રજા આપી દેવાઇ હતી.
વધુમાં માહિતી મળી હતી કે લાલુ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ખૂબ જ મહેનતુ હતો. ટ્રેકટર ચાલકે સામેથી આવતી બાઇકને અડફેટે લીધી હોવાનું જેતે સમયએ નજરે જોનાર લોકોએ કહ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. લાલુના મોતની ખબર જાણ્યા બાદ પત્ની અને બાળકોનો શોકમાં ગરકાવ થયો છે. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.
ઓલપાડમાં બાઇકસવાર ટ્રેકટરની અડફેટે આવતા એકનું મોત
By
Posted on