Science & Technology

ઇસરોનું ‘મિશન ગગનયાન’ તૈયાર, હવે ભારતીયો અંતરિક્ષમાં યાત્રા કરશે

નવી દિલ્હી: ભારત (India) માટે ખુશીના સમાચાર (Good News) સામે આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ગગનયાન મિશન હેઠળ યાન TV-D1 તેના પ્રથમ પરીક્ષણ (Test) માટે આવતીકાલે (Tomorrow) એટલે કે 21 ઓક્ટોબરે ઉડાન ભરશે. જે સવારે 8 વાગ્યે શ્રી હરિ કોટાથી (Shree Hari Kota) રવાના થશે. આ સાથે જ ઈસરોનું નવું મિશન સક્રિય થઈ ગયું છે.

ઇસરોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રથમ ફ્લાઇટ ટેસ્ટિંગના પરિણામોના આધારે અન્ય પરીક્ષણો કરવામાં આવશે. આ સમય દરમિયાન ક્રૂ મોડ્યુલનું પણ પરીક્ષણ કરવામાં આવશે. જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે.

શું છે મિશન ગગનયાન?
ISROનું લક્ષ્ય ત્રણ દિવસના ‘ગગનયાન મિશન’ દરમિયાન પૃથ્વીની 400 કિમીની નીચી ભ્રમણકક્ષા પર માનવોને અવકાશમાં મોકલવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે. TV-D1 યાન વિકાસ એન્જિનનો ઉપયોગ કરે છે. જેના આગળના છેડે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે. આ યાનની લંબાઈ 34.9 મીટર છે. અને તેનું વજન 44 ટન છે. ગગનયાન ભારતનું પ્રથમ અવકાશ મિશન છે અને તેને આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં અંતરિક્ષમાં મોકલવામાં છે. જણાવી દઈએ કે 2024માં આ માનવરહિત ઉડાન પરીક્ષણ હશે. જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે.

પરત ફર્યા બાદ મોડ્યુલને બંગાળની ખાડીમાં લેન્ડ કરાવવામાં આવશે
આ પરીક્ષણ શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ત્રણ પેરમીટરમાં કરવામાં આવશે. જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે. મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. જે ભારતીય નૌકાદળ દ્વારા રિકવર કરવામાં આવશે. આ માટે નૌકાદળના જવાનોની ડાઇવિંગ ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત મિશન માટે એક જહાજ પણ તૈયાર કરવામાં આવશે. ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ અને સૂર્ય પર આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી, ગગનયાન મિશન ભારતને ખગોળશાસ્ત્ર પર કામ કરતા અગ્રણી દેશોમાંથી એક બનાવશે.

ક્રૂ એસ્કેપ- અવકાશયાત્રીઓને પરત લાવવામાં મદદરૂપ થશે
ઈસરોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ મિશનનો ઉપયોગ અણધારી ઘટના બને તે દરમિયાન અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. જો પ્રક્ષેપણ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થાય તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે યાનથી અલગ થઈ જશે. થોડા સમય માટે આ યાન ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર સમુદ્રમાં ઉતરશે. તેમાં હાજર અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.

Most Popular

To Top