World

ગાઝાની હોસ્પિટલ ઉપર ઈઝરાયેલનો હુમલો: 500ના મોત, હમાસ નરમ પડ્યું

નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ(Israel-hamas war) વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે, જેમાં લગભગ પાંચ હજાર લોકોના મોત(peoples Died)) થયા છે. દરમિયાન, મંગળવારે(Tuesday) ગાઝાની એક હોસ્પિટલમાં(Hospital) વિસ્ફોટ(Bast) થયો હતો, જેમાં સેંકડો લોકોએ જીવ(Lost Lives) ગુમાવ્યા હતા. આ હુમલા માટે બંને પક્ષો એકબીજા ઉપર આરોપો લગાવી(Blaming) રહ્યા છે. એક તરફ ઈઝરાયેલ હમાસ પર આરોપ લગાવી રહ્યું છે તો બીજી તરફ પેલેસ્ટાઈનના રાજદૂતે નેતન્યાહુને(Netanyahu) જુઠ્ઠા ગણાવ્યા છે.

મંગળવારે, ગાઝા પટ્ટીમાં સ્થિત અલ-અહલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 500 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયનું માનવું છે કે, 2008થી થયેલા પાંચ યુદ્ધોમાં આ હુમલો સૌથી ઘાતક ઇઝરાયેલી હવાઈ હુમલો હશે. પરંતુ, ઈઝરાયેલી એરફોર્સ(IDF)એ આ હવાઈ હુમલાની જવાબદારી લીધી નથી. IDFએ પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ લશ્કરી જૂથ દ્વારા થયેલો નિષ્ફળ રોકેટ પરીક્ષણ હુમલાને જવાબદાર ગણાવ્યો હતો. જ્યારે ઇઝરાયેલી એરફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કર્યું આ હુમલા માટે ઈસ્લામિક જેહાદ આતંકી સંગઠન જવાબદાર છે.

હમાસ ઇઝરયેલી બંધકોને મુક્ત કરવા તૈયાર છે
ઑક્ટોબર 7 શનિવારના રોજ, હમાસે ઑપરેશન અલ-અક્સા ફ્લડ બેટલ હેઠળ ઇઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલા દરમિયાન ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા હતા. હમાસના એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ લગભગ 200-250 લોકોને બંધક બનાવી રાખ્યા છે. ગાઝા સિટી હોસ્પિટલ ઉપર મંગળવારે થયેલા હુમલા બાદ હમાસએ બંધકોને મુક્ત કરવા માટે રાજી થઈ ગયો હતો, પરંતુ આ માટે તેણે ઈઝરાયેલ સમક્ષ એક શરત મૂકી છે. વાસ્તવમાં, હમાસે કહ્યું હતું કે જો ઇઝરાયેલ ગાઝા ઉપર હુમલો કરવાનું બંધ કરશે, તો તે બંધકોને મુક્ત કરી દેશે.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયેલમાં રહેલા ગાઝાના નાગરિકો માટે તબીબી સહાય અને જીવન કીટની સુવિધા આપવામાં માટે વાતચીત કરી રહ્યા હતા. સોમવારે ઇઝરાયેલ ગાઝાને પાણીનો પુરવઠો ફરી શરૂ કરવા સંમતી આપી હતી.

Most Popular

To Top