નવી દિલ્હી: પાછલા પાંચ મહિનાથી(Five months) પણ વધુ સમયથી મણિપુરમાં(Manipur) હિંસા ચાલી રહી છે ત્યારે મણિપુરની રાજ્ય સરકાર(Manipur State Government) સમગ્ર બનાવને શાંત કરવાના પ્રયાસો કરી છે પરંતુ વારંવાર સોશિયલ મીડિયા(Social Media) ઉપર વાઇરલ થતા ફોટો અને વિડીયોના(Posts) કારણે વારંવાર વિરોધ પ્રદર્શન થાય છે. આથી મણિપુર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. તમામ હિંસા ભડકાવનારા વિડીયો અને ફોટા ઉપર પ્રતિબંધ(Ben) લગાડવામાં આવ્યો છે.
મણિપુરમાં ચાલી રહેલા વિવાદને પાંચ મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે ત્યારે આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતી પોસ્ટ અને વિડીયો વાતાવરમાં ઉગ્રતા ફરી જન્માવી રહ્યા છે આવી સ્થિતિમાં મણિપુર રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે ‘હિંસા ફેલાવનારા ફોટા-વિડીયો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે જે પણ વ્યક્તિ આ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિ કરશે તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે’.
સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતી પોસ્ટના કારણે લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે હાલમાં જ મૈતેઇ સમાજના બે યુવકોને ગોળી મારતો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં કુકી ભાષામાં વાત કરતાં લોકો દ્વારા બે યુવકોને ગોળી મારી ખાડામાં ફેકી દેવામાં આવ્યા હતા. પરંતુ આ સ્થળ અને વિડીયો અંગેની જાણકારી હજી સુધી મળી નથી. આ વિડીયો વાઇરલ થતાં ફરી એક વાર હિંસા ભડકી જાય એવી શક્યતા જણાતા મણિપુર રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
IPC અને IT એક્ટ હેઠળ કરવામાં આવશે કાર્યવાહી
મણિપુરના ગૃહ રાજ્ય વિભાગે એક આદેશ જાહેર કરીને કહ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ સરકારે હિંસા ઉશ્કેરતા વીડિયો અને ફોટા ઉપર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લીધો છે. હિંસા ભડકાવી શકે તેવી કોઈપણ ફોટા કે વિડિયો તમારી પાસે રાખશો નહી. જો આવા કોઈ ફોટા તમારી પાસે હોય તો આ ફોટોગ્રાફ્સ યોગ્ય કાર્યવાહી માટે પોલીસને પરત કરી શકાય છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને સખત સજા કરવામાં આવશે. તેની સામે આઈપીસી અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે હાલમા થયેલા વિરોધ પ્રદર્શનને રોકવા મણિપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 100 થી વધુ યુવકો ઘાયલ થયા હતા જેમાં મોટેભાગે છોકરી હતી.
મણિપુર રાજ્ય સરકારનો મોટો નિર્ણય…
By
Posted on