World

કોણ છે હમાસનો માસ્ટરમાઇન્ડ જેને ઈઝરાયેલ કહે છે બીજો ‘ઓસામા બિન લાદેન’ ?

નવી દિલ્હી: ઇઝરાયેલ(Israel) અને હમાસ(Hamas) વચ્ચે યુધ્ધનો(War) માહોલ છે. આ યુધ્ધની માહિતી મેળવવામાં ઈઝરાયેલની ગુપ્તચર(Intelligence) સંસ્થા ‘મોસાદ'(Mosad) પણ અસમર્થ(Failed) રહી હતી. ઇઝરાયેલનું(Israel) માનવું છે કે હમાસના આ મોટા હુમલા(Atteck) પાછળ મોહમ્મદ દાઈફ(Mohammad Daif)નું માઇન્ડ(Mind) છે. ઈઝરાયેલે મોહમ્મદ દાઈફને નવો ‘ઓસામા બિન લાદેન'(Osama Bin Laden) કહયો છે.

પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ ઉપર તેના 50 વર્ષના ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો કર્યો છે. હમાસના આ હુમલામાં અત્યાર સુધીમાં 900થી વધુ ઈઝરાયલીઓ માર્યા ગયા છે તેમજ બંને પક્ષોના 1600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હમાસે ઈઝરાયેલના ઘણા લોકોને પણ બંધક બનાવ્યા છે. આ યુદ્ધમાં વિદેશી નાગરિકો પણ મોટી સંખ્યામાં માર્યા ગયા છે. ઇઝરાયેલનું માનવું છે કે હમાસના આ મોટા હુમલા પાછળ મોહમ્મદ દાઈફનું માઇન્ડ છે.

હમાસ કમાન્ડર: નવો ‘ઓસામા બિન લાદેન’
મોહમ્મદ દાઈફ વારંવાર તેના હમાસના આતંકવાદીઓને સંદેશાઓ મોકલે છે કે, ‘ઇઝરાયેલના કબ્જેદારોને બહાર કાઢો અને તેઓની સુરક્ષા દિવાલને પણ તોડી પાડો.’ તેણે વિશ્વના અન્ય દેશોમાં રહેતા પોતાના સમર્થકોને હમાસ સાથે જોડાવા માટે અપીલ કરી છે. જેના કારણે ઘણા દેશોના નાગરિકો હિંસામાં સામેલ થઈ જશે એવો વિશ્વને ખતરો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, તાજેતરના હુમલા બાદ મોહમ્મદ દાઈફ ઇઝરાયેલ માટે એવો જ બની જશે જેવો ‘ઓસામા બિન લાદેન’ અલકાયદા માટે હતો.

ઇઝરાયેલે હમાસના માસ્ટરમાઇન્ડને 7 વખત મારવાનો પ્રયાસ કર્યો
ઈઝરાયેલનું માનવું છે કે હમાસ દ્વારા કરવામાં આવેલો હુમલો મોહમ્મદ દાઈફના ઈશારે કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે 58 વર્ષીય મોહમ્મદ દાઈફને મારવાના સાત વાર પ્રયાસો કર્યા હતા, પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ રહ્યાં હતા. મોસાદ સંસ્થા ઘણા દાયકાઓથી મોહમ્મદ દાઈફને શોધી રહી છે પરંતુ દરેક વખતે દાઈફને ભાગવામાં સફળતા મળી જાય છે. તેમાં પણ એવો દાવો કરવામાં આવે છે કે નવા ઓસામા બિન લાદેન પાસે બંને હાથ અને પગ નથી તેમજ તેની પાસે એક જ આંખ છે જેથી મોહમ્મદ દાઈફ હંમેશા વ્હીલ ચેર પર જ રહે છે. મોહમ્મદ દાઈફનો જન્મ શરણાર્થી શિબિરમાં થયો હતો. તેણે પોતાનું નામ બદલીને ‘દાઈફ’ કર્યું જેનો અર્થ અરબીમાં ‘ગેસ્ટ’ થાય છે જેથી એમ કહી શકાય કે તે પોતાનું સ્થાન બદલતો રહે છે. મોહમ્મદ દાઈફ હમાસની લશ્કરી વિંગ ‘અલ કાસમ બ્રિગેડ’નો કમાન્ડર છે.

Most Popular

To Top