કામરેજ: નેશનલ હાઇવે(National Highway) ઉપર અવાનવાર અકસ્માત(Accident) બનતા હોય છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો છે. સુરત નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભયાનક(Scary) અકસ્માત થયો હતો. જેમાં 3 લોકોના કરૂણ મોત(Death) થયા છે. આ અકસ્માત કામરેજ(Kamarej)ના ઊંભેળ ગામ પાસે થયો હતો. રોડ બનાવવાના મશીન સાથે ટ્રેલર(Treder) અથડાતાં આ અકસમત થયો હોવાનું સામે આવ્યું છે. ટ્રેલરના ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘટના સ્થળે ફાયરના જવાનોએ આવી કામગીરી હાથ ધરી હતી.
કામરેજના ઊંભેળ ગામ પાસે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. 2 કલાકની મહામહેનતે ટ્રેલરના ડ્રાઇવરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ અકસ્માત રોડ બનાવવાના મશીન અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો. ટ્રેલર ચાલકનું ઘટના સ્થળેજ મોત થયું હતું. અન્ય બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને રસ્તા ઉપર ઢોળાયેલા ઓઇલને સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને કારણે ઘણા લાંબા સમય સુધી હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો.
સુમુલ ડેરીનું દૂધનું ટેન્કર પલટી જતા હજારો લીટર દૂધ ઢોળાયું
તો બીજી તરફ સુરતના ઉમરપાડા વિસ્તારમાં દૂધથી ભરેલું ટેન્કર પલટી મારી જતા હજારો લીટર દૂધ રસ્તા પર વહી ગયું હતું. ઉમરપાડા-માલ્ધા રોડ પર સુમુલ ડેરીનું દૂધનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે સમયે અચાનક ટેન્કર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતતા ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારી ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી મારતા રસ્તા પર જ દૂધ ઢોળાતા લોકો વાસણ લઈ દૂધ ભરવા દોડ્યા હતા. આ અંગેની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ પણ હાથમાં વાસણો લઈને દૂધ ભરવા દોડી આવ્યા હતા.