નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ(Cricket) ટીમનો સ્ટાર ઓપનર શિખર ધવન(ShikharDhavan) અને આયેશા મુખર્જી(AyeshaMukharji)ના છૂટાછેડા થઈ ગયા છે. કોર્ટે હજી સુધી દીકરાની કસ્ટડી કોઈને સોંપી નથી. 11 વર્ષના વિવાહિત જીવન બાદ શા માટે શિખર ધવને પત્નિને છૂટાછેડા આપ્યા? ધવને પત્ની ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે.
જણાવી દઈએ કે શિખર ધવન પત્ની આયેશા કરતા 10 વર્ષ નાનો છે. બંનેએ 2009માં સગાઈ(Engagement) કરી હતી. આ પછી ધવને 2012માં આયેશા સાથે લગ્ન(Marrige) કર્યા હતા, પરંતુ આયેશાના બીજા લગ્ન હતા. હવે કોર્ટે ધવન અને આયેશાના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. ધવને આયેશા ઉપર માનસિક દબાવના આરોપો લગાવ્યા છે.
શિખર ધવન અને પત્ની આએશા મુખર્જીએ લીધા છૂટાછેડા
ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે. દિલ્હીના પટિયાલા હાઉસ સંકુલમાં આવેલી ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે શિખર ધવનની પત્નીએ ધવનને તેના એકમાત્ર બાળકથી વર્ષો સુધી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક દબાણ આપ્યું હતુ. ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા. ફેમિલી કોર્ટે કહ્યું કે ધવનની પત્ની ઉપરોક્ત આરોપો સામે લડ્યા નથી અને પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે.
કોને મળશે પુત્રની કસ્ટડી?
ધવને છૂટાછેડાની અરજીમાં કહ્યું હતું કે તેની પત્નીએ તેને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો હતો. કોર્ટે ધવન દંપતીના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટે ધવનને વ્યાજબી સમયગાળા માટે ભારત અને ઓસ્ટ્રેલિયામાં તેની પુત્રને મળવાનો અને તેની સાથે વીડિયો કોલ પર વાતચીત કરવાનો અધિકાર આપ્યો છે.
કોર્ટે ધવનની પત્ની આયેશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા વેકેશન માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે રહેવા માટે બાળકને ભારત લાવવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજદાર શિખર ધવન પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેને ભારતીય નાગરિક અને જવાબદાર પિતા તરીકે પણ અધિકારો છે. આ ઉપરાંત કોર્ટ બાળકના પિતા અને પરિવારની સંગતમાં રહેવાના અધિકારનું પણ ધ્યાન રાખે છે. તમને જણાવી દઈએ કે, 37 વર્ષીય શિખર ધવનને વન ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. હાલમાં ક્રિકેટમાં તેના માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. તે ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.