નવી દિલ્હી: અબજોપતિ, ઉદ્યોગપતિ (Businessman) અને ટેસ્લા એન્ડ એક્સ(Twitter)ના માલિકની ફરી એકવાર મુશ્કેલીઓ વધી છે. એકસમયે મસ્કની ગર્લફ્રેંડ રહી ચૂકેલી ગ્રીમ્સએ મસ્ક સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ગ્રીમ્સે કેસ કરતા આરોપો લગાવ્યા છે કે, મસ્ક પોતાના બાળકો ઉપરના અધિકાર ગ્રિમ્સને આપી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે આ કપલ એટલે કે, મિસ્ટર મસ્ક અને ગ્રિમ્સની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ રહી છે. બંને 2018માં એકબીજાની નજીક આવ્યા અને સપ્ટેમ્બર 2021 સુધી લગભગ ત્રણ વર્ષ સુધી સાથે પણ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ કેનેડિયન સિંગર ગ્રીમ્સ સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ અનુસાર 52 વર્ષીય મસ્ક અને 35 વર્ષીય ગ્રીમ્સ ત્રણ બાળકોના માતા-પિતા છે. ગ્રિમ્સે હવે પોતાના કેસમાં દાવો કર્યો છે કે મસ્ક તેને પોતાના એક બાળકને મળવાથી અટકાવી રહ્યો છે. આ જ કારણ છે કે કોર્ટમાં ગ્રિમ્સ અને બાળકોના સંબંધની પુષ્ટિ અને બાળકો ગ્રિમ્સના છે એમ પુરવાર થયા બાદ ગ્રિમ્સને પોતાના બાળકોને મળવાની પરવાનગી આપવામાં આવશે. આ કેસ અંગે પબ્લિક ડોમેનમાં મુશ્કેલીઓ આવી રહી છે કારણકે આ અધિકાર માત્ર લીગલ અને પરિણીત માતા-પિતાને જ આપવામાં આવે છે, પરંતુ ગ્રિમ્સ અને મસ્ક પરિણીત નથી.
ત્રણ વર્ષમાં ત્રીજું બાળક!
મસ્ક અને ગ્રિમ્સે સપ્ટેમ્બર 2021માં જાહેરમાં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે આ કપલને ત્રીજું બાળક પણ છે. આ સમાચાર પત્રકાર વોલ્ટર આઇઝેકસનના પુસ્તક ‘બાયોગ્રાફી ઓફ એલોન મસ્ક’માં સામે આવ્યા હતા. તેમના પુસ્તકમાં, આઇઝેકસને એ પણ જણાવ્યું કે કેવી રીતે અબજોપતિ ઉદ્યોગપતિ મસ્કએ હાઇ-સ્પીડ ટેસ્લાની ઓટોપાયલટ રાઇડથી ગ્રીમ્સને પ્રભાવિત કરી હતી.
કુલ દસ બાળકોના પિતા છે મસ્ક!
નોંધનીય છે કે મસ્ક ત્રણ અલગ-અલગ મહિલાઓ સાથેના સંબંધોથી 10 બાળકોના પિતા છે. Tesla અને SpaceXની CEO અને કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે પાંચ બાળકો છે (ગ્રિફીન, વિવિયન, કાઈ, સેક્સન અને ડેમિયન). ત્યારબાદ નવેમ્બર 2021માં ન્યુરાલિંકના શિવોન ઝિલિસ સાથે જોડિયા બાળકોને જન્મ આપ્યો. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે ગ્રીમ્સ સાથેના સંબંધોમાં તેના ત્રણ બાળકો છે. અને માતા-પિતાના અધિકારો અંગે ગ્રીમ્સએ કેસ દાખલ કર્યો છે.